સુરત : સચિન GIDC વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પહોચાડતી ટાંકીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

સુરત શહેરમાં સચિન GIDC વિસ્તારની પાલિકાની પીવાના પાણીની ઓવરહેડ ટાંકીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.

New Update
સુરત : સચિન GIDC વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પહોચાડતી ટાંકીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

સુરત શહેરમાં સચિન GIDC વિસ્તારની પાલિકાની પીવાના પાણીની ઓવરહેડ ટાંકીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બનાવના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની ઓળખ કરવા સહિત વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના સચિન GIDC વિસ્તારમાં હજારો લોકોને પીવાનું પાણી પહોચાડતી ટાંકીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી યુવકની હત્યા કરવામાં આવી છે કે, પછી આ યુવકે આત્મહત્યા કરી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા લોકોને પૂછપરછ કરાતા સામે આવ્યું હતું કે, બાળકો ટાંકી પર રમવા ગયા હતા, જ્યાં મૃતદેહ જોઈ તેઓ ડરીને નીચે ઉતરી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોને આ બાબતની જાણ કરી હતી. જોકે, પાણીની ટાંકી લગભગ 80-100 ફૂટ ઊંચી હોવાનું કહી શકાય છે. પરંતુ સીદીક નગરથી ગભેણી સુધી આજ પાણીની ટાકીમાંથી લોકોને પીવાનું પાણી પહોચાડવામાં આવે છે, ત્યારે અત્યાર સુધી મૃતદેહવાળું પાણી પીધું હોવાથી વાતે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Latest Stories