સુરત : "આજે તારો ચહેરો જોઈને જ રહીશ" તેવું કહી BRTS બસના ડ્રાઇવરે કરી વિદ્યાર્થીનીની છેડતી...

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં BRTS બસના ચાલકે એક વિદ્યાર્થીનીની છેડતી કરતાં મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

New Update
સુરત : "આજે તારો ચહેરો જોઈને જ રહીશ" તેવું કહી BRTS બસના ડ્રાઇવરે કરી વિદ્યાર્થીનીની છેડતી...

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં BRTS બસના ચાલકે એક વિદ્યાર્થીનીની છેડતી કરતાં મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં બુકાની પહેરેલ એક વિદ્યાર્થીનીની BRTS બસના ડ્રાઈવરે છેડતી કરતાં મામલો ગરમાયો હતો. BRTS બસના ડ્રાઈવરે "આજે તારો ચહેરો જોઈને જ રહીશ" તેવું કહી વિદ્યાર્થીનીની ચુંદડી ખેંચીને જાહેરમાં જ છેડતી કરી હતી. સમગ્ર મામલે વિદ્યાર્થિનીએ કતારગામ પોલીસ મથકે BRTS બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે યુવતીની ફરિયાદના આધારે પોલીસે ઓલપાડના રહેવાસી અને BRTS બસના ચાલક કરણ કાત્રોરોડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.