સુરત : ધાબા પર સૂવા જવાના ઝઘડામાં પિતાએ દીકરીને છરાના 25 ઘા મારી પતાવી દીધી, ઘટના CCTVમાં કેદ...

પિતાએ જ જુવાનજોધ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કડોદરાના સત્યમ નગરમાં રામાનુજ શાહુએ છત પર સૂવા બાબતે પત્ની રેખાદેવી સાથે ઝઘડો કર્યો હતો

New Update
સુરત : ધાબા પર સૂવા જવાના ઝઘડામાં પિતાએ દીકરીને છરાના 25 ઘા મારી પતાવી દીધી, ઘટના CCTVમાં કેદ...

સુરતના કડોદરામાં માત્ર સૂવા બાબતે થયેલા ઝઘડામાં પિતા એટલા ક્રૂર થઈ ગયા હતા કે, મટન કાપવાના છરાથી દીકરીને હાથ અને ચહેરા પર 25 જેટલા ઘા મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે માતા અને 3 દીકરાને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કડોદરા પોલીસે CCTV ફૂટેજના આધારે હત્યારા પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના કડોદરામાં ગત તા. 18મી મેના રોજ એક પિતાએ જ દીકરીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ધાબા પર નહીં, પરંતુ ઘરમાં સૂવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાના કરુણ અંજામમાં પિતાએ જ જુવાનજોધ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કડોદરાના સત્યમ નગરમાં રામાનુજ શાહુએ છત પર સૂવા બાબતે પત્ની રેખાદેવી સાથે ઝઘડો કર્યો હતો.

ઝઘડો ઉગ્ર બનતા છરા વડે રામાનુજે પત્ની પર હુમલો કરવા જતાં બચાવવા પડેલી 19 વર્ષીય પુત્રી ચંદાકુમારીને છરા વડે 25થી વધુ ઘા મારી હત્યા કરી હતી. ઘટનાના પગલે બિલ્ડિંગમાં રહેતા લોકો એકત્રિત થઈ જઇ રામાનુજને આંતરવાનો પ્રયાસ કરતાં તે ભાગી છૂટ્યો હતો. જોકે, બનાવના CCTV ફૂટેજ લોકોને હચમચાવી નાખે તેવાં છે, ત્યારે હાલ તો કડોદરા પોલીસે ચપ્પુ લઈ ફરાર રામાનુજની જોળવાથી કડોદરા તરફ જતાં રોડ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.