Connect Gujarat
સુરત 

સુરત: નવી સિવિલ હોસ્પિટલને ફાયર સેફ્ટી મામલે ફાયર વિભાગે નોટિસ ફટકારી, અનેક બનાવો બન્યા છતાં તંત્ર બેદરકાર

દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ નવી સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં લોકો રોજિંદા સારવાર અર્થ આવતા હોય છે.

સુરત: નવી સિવિલ હોસ્પિટલને ફાયર સેફ્ટી મામલે ફાયર વિભાગે નોટિસ ફટકારી, અનેક બનાવો બન્યા છતાં તંત્ર બેદરકાર
X

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલને ફાયર સેફ્ટી મામલે ફાયર વિભાગે નોટિસ ફટકારી છે નવી સિવિલ હોસ્પિટલમાં રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ ત્રણ બિલ્ડિંગને ફાયર વિભાગે નોટિસ આપી છે.

દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ નવી સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં લોકો રોજિંદા સારવાર અર્થ આવતા હોય છે. શહેરમાં ભૂતકાળમાં ટ્યુશન ક્લાસીસ સહિત હોસ્પિટલમાં પણ ગંભીર આગની ઘટના બની ચુકી છે જ્યારે જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ ત્રણ બિલ્ડીંગની ફાયર સેફ્ટી મામલે ફાયર વિભાગે નોટિસ ફટકારી છે. જૂની બિલ્ડીંગ સહિતના વિભાગોમાં ફાયર સેફ્ટીના મુદ્દે મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. જૂની બિલ્ડિંગમાં તમામ વિભાગની ઓપીડી અને વિવિધ વોર્ડમાં દર્દીઓ દાખલ છે, તો કિડની બિલ્ડિંગમાં મેડિસિન વિભાગના વોર્ડ અને ગ્રાઉન્ડ ફ્લોર પર તાત્કાલિક સારવાર વિભાગ છે જ્યારે સિવિલ હોસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડીંગ કમ કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને સારવાર અપાય છે આ ત્રણેય બિલ્ડિંગને મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફ્ટીના મુદ્દે હાલ ફરી નોટિસ આપી છે. મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે સિવિલના આઈ.સી.યુમાં આગ અવરોધક પરદા, બેડશીટ,સીલીંગ એટલે કે છત સહિતનું યોગ્ય હોવું જોઈએ સિવિલની તમામ બિલ્ડીંગમાં એસી, વીજળીના ઉપકરણો તથા વેન્ટિલેટર, ફિલ્ડર સહિતના ઇલેક્ટ્રિક સાધનોનું નિયમિત મેઇન્ટેનન્સ કરવાનો હોય છે અને તેનો રિપોર્ટ સિવિલ તંત્ર એ ફાયર બાગની રજૂ કરવાનો રહે છે આગ નહીં લાગે અને યોગ્ય રીતે સાવચેતી રાખવા માટે સિવિલની ત્રણેય બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી છે.

Next Story