Connect Gujarat
સુરત 

સુરત : 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની 18 વર્ષ બાદ તમિલનાડુથી ધરપકડ...

આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તમિલનાડુ રાજ્યના તિરૂપ્પુર જિલ્લામાં આવેલ સુખમપલયમ ગામમાં સંચા મશીનના કારખાનામાં મજુરી કામે લાગી ગયો હતો

સુરત : 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની 18 વર્ષ બાદ તમિલનાડુથી ધરપકડ...
X

સુરત શહેરના સચિન વિસ્તારમાં હત્યાના ગુનામાં 19 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. માત્ર 500 રૂપિયાની લેતીદેતીમાં આરોપીએ મિત્રની હત્યા કરી હતી. હત્યા કરી આરોપી તમિલનાડુના તિરૂપ્પુર જિલ્લામાં ભાગી ગયો હતો, ત્યારે પોલીસે તેને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના સચિન વિસ્તારમાં માત્ર 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. વર્ષ 2004માં સચિન વિસ્તારમાં આવેલ ઉન તિરૂપતિ નગરમાં રહેતો આરોપી રમેશ કાશીનાથ મહાપાત્રએ મિત્ર વિશ્વનાથ પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા. આરોપી ઉધાર લીધેલા પૈસા આપતો ન હતો, જેથી વિશ્વનાથએ આરોપીના ખિસ્સામાંથી 350 રૂપિયા કાઢી લીધા હતા. ત્યારબાદ બન્ને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપીએ જૂની અદાવત રાખી તારીખ 1-11-2004 રોજ તેના 2 મિત્ર વિપુલ અને વિપ્રત સાથે મળી વિશ્વનાથના પેટના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી.

આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તમિલનાડુ રાજ્યના તિરૂપ્પુર જિલ્લામાં આવેલ સુખમપલયમ ગામમાં સંચા મશીનના કારખાનામાં મજુરી કામે લાગી ગયો હતો. જે બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ તમિલનાડુ ખાતે રવાના થઇ હતી, જ્યાંથી આરોપી રમેશ કાશીનાથ મહાપાત્રને ઝડપી લીધો હતો. આરોપી મૂળ દીગાપાડા, થાના. ખલીકોટ, જી. ગંજામ. ઓરીસ્સાનો રહેવાસી છે. જે સુરતના સચિન વિસ્તારમાં લુમ્સ ખાતા કામ કરતો હતો. સચિનમાં જ રહેતા મિત્રની 500 રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરી છેલ્લા 19 વર્ષથી પોલીસ પકડતી દૂર હતો. આખરે પોલીસે બાતમીના આધારે આરોપીને તમિલનાડુ ખાતેથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story