Connect Gujarat
સુરત 

સુરત : ચૌધરી સમાજ દ્વારા લગ્ન પ્રસંગે બળદગાડામાં જાન કાઢી જૂની પરંપરાને જીવંત રખાય..

નવી પેઢીને કલ્ચરથી પરિચીત કરવા અનોખો અભિગમ સમાજને પ્રેરણા મળે તે માટે બળદગાડામાં નીકળી જાન ખેડપુર ગામે શણગારેલા બળદગાડા સાથે જાન પહોચી

X

રાજ્યભરમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે સામાન્ય રીતે વરરાજા પોતાની જાન લઈને મોંઘી કાર કે, લક્ઝરી બસમાં દુલ્હનને લેવા માટે જતા હોય છે. પરંતુ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડપુર ગામે અનોખી પરંપરા એટલે કે, શણગારેલા બળદગાડામાં જાન દુલ્હનને લેવા પહોચી હતી.

આજના આધુનિક યુગમાં શહેર તો ઠીક, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હવે બળદગાડું મોટાભાગે જોવા મળતું નથી, ત્યારે માંડવીના ખેડપુર ગામના ચૌધરી સમાજના પરિવારે આજથી 60 વર્ષ પહેલાની આદિવાસી પરંપરાને જાળવી રાખી છે. જેમાં આજની નવી પેઢીને લગ્નપ્રસંગ અંગે પરિચીત કરવા પ્રયત્ન કરાયો છે. આ જાનમાં બળદ અને ગાડાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત ચૌધરી સમાજની ભાષામાં લગ્નની કંકોતરી છપાવી હતી. જે આદિવાસી સમાજ પ્રત્યે આજના આધુનિક સમયમાં આવી પ્રથા ભાગ્યે જ જોવા મળતી હોય છે. જોકે, લોકો લગ્ન પ્રસંગે લાખોનો ખર્ચો કરતા હોય છે, ત્યારે આજના સમયમાં આદિવાસી પરંપરા જાળવી રાખવા નવતર કહી શકાય એવો પ્રયોગ ચૌધરી પરિવારે હાથ ધર્યો હતો.

Next Story