-
દેશભરમાં કરાય રહી છે રામ નવમીની આસ્થાભેર ઉજવણી
-
સુરતમાં આવેલું છે ભગવાન શ્રી રામનું અનોખું રામ મંદિર
-
આ રામ મંદિર મૂર્તિ નહીં પણ કરાય છે પુસ્તકોની સ્થાપના
-
1100 કરોડ શ્રી રામનામ મંત્રના પુસ્તકની કરાય છે સ્થાપના
-
રામનવમીએ શ્રી રામ મંદિરે દર્શન કરી ભક્તો ધન્ય થયા
આજરોજ રામ નવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે છે, જ્યાં મૂર્તિ નહીં પણ પુસ્તકોની સ્થાપના કરાય છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...
આજે તા. 6 એપ્રિલ રામ જન્મોત્સવ એટલે કે, રામનવમીનો પવિત્ર પર્વ છે. ત્રેતાયુગમાં, રાજા દશરથે સંતાન પ્રાપ્તિની ઇચ્છાથી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞના કારણે ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન વિષ્ણુનો રામના અવતારમાં રાજા દશરથના ઘરે જન્મ થયો. રામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર છે. રામનવમી પર રામાયણનો પાઠ કરવાની પરંપરા છે. મોટાભાગના લોકો માટે સમયના અભાવે આખું રામાયણ વાંચવું શક્ય નથી, તેથી જે લોકો રામાયણ વાંચવા માંગે છે, તેઓ રામાયણનો એક શ્લોક વાંચીને આખું રામાયણ વાંચવાનું પુણ્ય મેળવી શકે છે, ત્યારે આજે રામ નવમીના દિવસે અમે તમને અનોખા રામ મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યા છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલ રોડ કેબલ બ્રિજ ભગવાન શ્રી રામનું મંદિર આવેલું છે. આ મંદિરમાં 1100 કરોડ રામ મંત્રની પુસ્તકની સ્થાપના કરવામાં આવી છે. 125 કરોડ શ્રી રામ મંત્ર લેખનના ટાર્ગેટ સાથે વર્ષ 2017માં આ મંદિરની સ્થાપના કરાય હતી. જેમાં દક્ષિણ ગુજરાતમાં 150થી વધુ મંદિરોમાં ભક્તોને “રામ” નામ લખવા માટે ડાયરી અને પેન નિ:શુલ્ક આપવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાએથી આજદિન સુધીમાં 1100 કરોડ રામ મંત્રની પુસ્તક લખવામાં આવી છે, જેની સ્થાપના આ રામનામ મંદિરમાં કરવામાં આવી છે. આ સાથે જ રામનામ મંદિરની મધ્યમાં 51 ફૂટ ઉંચો પંચધાતુનો રામ સ્તંભ છે, જે અહી આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, ત્યારે આજરોજ રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી રામનામ મંદિર ખાતે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.