સુરત: બાળકો ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ હોવાનો ખોટો ઓડિયો વાયરલ કરનાર 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

બાળકોને ઉપાડી જતી ગેંગ સક્રિય થયા બાબતની ખોટી અફવા સાથેની ઓડિયો કલીપ વાયરલ કરનાર માંગરોળનાં બે ઇસમોને કોસંબા પોલીસે ઝડપી પાડ્યા છે

New Update
સુરત: બાળકો ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ હોવાનો ખોટો ઓડિયો વાયરલ કરનાર 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરત જિલ્લાના ઝંખવાવ ખાતે જંગલમાંથી 17 જેટલા બાળકોના મૃતદેહ મળ્યા છે. અને બાળકોને ઉપાડી જતી ગેંગ સક્રિય થયા બાબતની ખોટી અફવા સાથેની ઓડિયો કલીપ વાયરલ કરનાર માંગરોળનાં બે ઇસમોને કોસંબા પોલીસે ઝડપી પાડ્યા છે

છેલ્લા ઘણા દિવસોથી જિલ્લામાં એક ઓડિયો કલીપ વાયરલ થઈ છે. જે ઓડિયો કલીપને લઈ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ઓડિયો ક્લિપમાં સુરત જિલ્લાના ઝંખવાવ ખાતે આવેલ જંગલમાંથી 17 જેટલા બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. જે પૈકી 2 બાળકો કિમ ફાટક નજીકના છે. અને બન્ને બાળકોના સ્કૂલબેગમાંથી મળેલા આઈકાર્ડ આધારે ખબર પડી છે. પોલીસ સ્થળ પર છે અને તમામ બાળકોના મૃતદેહ ઝાડ પર લટકાવેલા છે.

બાળકો ઉપાડી જતી ગેંગ સક્રિય થઈ છે તો પોતાના બાળકોને સાચવવાનું જણાવતી એક ઓડિયો કલીપ વાયરલ થઈ હતી. જે ઓડિયો ક્લિપે જિલ્લા પોલોસનું પણ કામ વધાર્યું હતું. જે મામલે કામરેજ ડિવિઝનનાં ડી.વાય.એસ.પી બી.કે.વનારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.અને તપાસ દરમિયાન માંગરોળનાં પાલોદ ખાતે આશીર્વાદ રો હાઉસમાં રહેતા મહેશ લાંજેવારનું નામ ખુલ્યું હતું. તેને ઝડપી પાડી મોબાઇલ ફોન ચેક કરતા તેના મોબાઇલમાંથી ઓડિયો કલીપ મળી આવી હતી.

અને વધુ પૂછપરછમાં ઓડિયો ક્લિપમાં સામે બોલતો વ્યક્તિ કિમ ચારરસ્તાનો જીતેન્દ્ર શાહ હોવાનું જણાવતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતીસુરત જિલ્લા પોલીસે જનતાને અપીલ કરી હતી કે નાના બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે પોલીસ કટિબદ્ધ છે.નાના બાળકોને ઉપાડી જતી કોઈ ટોળકી સક્રિય નથી.