/connect-gujarat/media/post_banners/94f7f7d329caf343c0bc26fdbcb503f20cc6cbb1c91867815b81961624bf6031.webp)
ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી તરીકે ઓળખ આપી પૈસા પડાવી લેનાર નકલી ડીસીપી મહિલા પોલીસની સુરતની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે મહિલા સહિત તેના અન્ય બે સાગરિકોએ ડ્રગસના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ. 70 હજાર પડાવી લીધા હતા
પોલીસ કસ્ટડીમાં દેખાતી હર્ષા નામની મહિલા સહિત તેના સાગરિત લાલુ અને પાર્થ પાંડેસરા શિવ નગરમાં રહેતા અલ્કા પ્રહલાદ પાટીલના ઘરે જઈ હું ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષા છું તમારા ઘરમાં ડ્રગ્સ છે તમે ડ્રગ્સનો વ્યાપાર કરો છો કહી ઘરની તપાસ હાથ ધરી હતી હર્ષા અને તેના બે સાગરીતોએ અસલી પોલીસની જેમ ફરિયાદી અલકાબેનના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આરોપી હર્ષાએ ફરિયાદી મહિલા સહિત તેના પરિવારની ધરપકડ કરવા જણાવી તમે ડ્રગ્સનો વ્યાપાર કરો છો તમારી પર ડ્રગ્સનો કેસ કરી દઈશ એમ જણાવ્યુ હતું અને જો ડ્રગ્સનો કેસ નહીં કરવા માંગતા હોય તો તમારે મને ત્રણ લાખ રૂપિયા આપવા પડશે એવી ધમકી આપી હતી. પરિવાર પાસે એટલા પૈસા ન હોવાથી પરિવારે નકલી ડીસીપી હર્ષા પાસેથી સમય માંગ્યો હતો ફરિયાદીએ પોતાના ઘર નજીક એક જ્વેલર્સમાં જઈ પોતાના ઘરના દાગીના વેચી નકલી ડીસીપી હર્ષાને આપ્યા હતા.આરોપી હર્ષા સહિત તેના બે સાગરીતો પૈસા લઈ ફરાર થઈ ગયા હતા.સમગ્ર મામલે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કતારગામ ગોપીનાથ સોસાયટીમાં રહેતી પોતાની ઓળખ ડીસીપી તરીકે આપનાર આરોપી હર્ષા લવજીભાઈ ચોવડીયાની ધરપકડ કરી હતી લાલુ અને પાર્થને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી હર્ષા ચોવડીયા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે કતારગામ પોલીસ મથકમાં અગાઉ ખંડણીના 2 ગુના સહિત હની ટ્રેપના ગુનામાં પકડાઈ ચુકી છે હાલ પાંડેસરા પોલીસે આરોપી હર્ષાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે