સુરત : 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમની સારોલી પોલીસે મધ્યપ્રદેશ ખાતેથી ધરપકડ કરી...

13 વર્ષની બાળાને પડોશમાં જ રહેતા 21 વર્ષીય રાધવેન્દ્રસિંગે પ્રેમજાળમાં ફસાવી હતી. જેમાં રાધવેન્દ્રસિંગે કાર અવાવરૂ જગ્યાએ પાર્ક કરીને બાળા પર દુષ્કર્મ ગુજાર્યુ હતું.

New Update
  • સારોલી વિસ્તારમાં 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મનો મામલો

  • પડોશમાં રહેતા યુવકે જ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી

  • નરાધમે આચરેલા દુષ્કર્મના કારણે બાળાને ગર્ભ રહી ગયો

  • માતા-પિતાએ નરાધમ વિરુદ્ધ નોંધાવી હતી પોલીસ ફરિયાદ

  • નરાધમની મધ્યપ્રદેશથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાય

સુરત શહેરના સારોલી વિસ્તારમાં 13 કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમની પોલીસે મધ્યપ્રદેશ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના સારોલી વિસ્તારમાં 13 વર્ષની બાળા ઉપર ડ્રાઇવરે દુષ્કર્મ ગુજાર્યુ હતું. સણીયા હેમાદ વિસ્તારમાં રહેતી 13 વર્ષની બાળાને પડોશમાં જ રહેતા 21 વર્ષીય રાધવેન્દ્રસિંગે પ્રેમજાળમાં ફસાવી હતી. જેમાં રાધવેન્દ્રસિંગે કાર અવાવરૂ જગ્યાએ પાર્ક કરીને બાળા પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. એટલું જ નહીંદુષ્કર્મના કારણે બાળાને ગર્ભ રહી ગયો હતો.

આ દરમિયાન 2 દિવસ પહેલા બાળાને પેટમાં દુ:ખાવો થતાં માતા-પિતા સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતાજ્યાં તબીબે બાળાને 3 માસનો ગર્ભ હોવાનું જણાવતા માતા-પિતા ચોંકી ગયા હતા. બાળાએ રાધવેન્દ્રસિંગે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની માતા-પિતાને હકિકત જણાવી હતીત્યારે આ મામલે માતા-પિતાએ નરાધમ ડ્રાઇવર વિરુદ્ધ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તો બીજી તરફરાઘવેન્દ્ર સિંગને સમગ્ર હકીકતની જાણ થતાં તે વતન મધ્યપ્રદેશ ભાગી છૂટ્યો હતોજ્યારે સુરત પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી રાધવેન્દ્રસિંગની મધ્યપ્રદેશ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

સુરત : સચિન વિસ્તારની ટેક્સટાઇલ કંપનીમાં લિફ્ટ તૂટી પડતાં શ્રમિક મહિલાનું મોત, આર્થિક સહાય મળે તેવી મૃતકના પરિવારની માંગ

ટેક્સટાઇલ કંપનીમાં લિફ્ટ તૂટી પડતાં સફાઈ કામદાર એક મહિલાનું મોત નીપજ્યું હતું. બીજા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે આવતી વેળા ટ્રોલી તૂટી પડી હતી.

New Update
  • સચિન વિસ્તારમાં આયુષી ટેક્સટાઇલ કંપનીમાં દુર્ઘટના

  • બીજા માળેથી ગુડ્સ લિફ્ટ નીચે આવતી વેળા દુર્ઘટના

  • લિફ્ટ તૂટી પડતાં એક શ્રમિક મહિલા નીચે પટકાતા ઈજા

  • સફાઈ કામદાર મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું

  • પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ કંપનીની લિફ્ટ તૂટી પડતાં ઇજાગ્રસ્ત સફાઈ કામદાર મહિલાનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારસુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ આયુષી ટેક્સટાઇલ કંપનીમાં દુર્ઘટના સર્જાય હતીજ્યાં લિફ્ટ તૂટી પડતાં સફાઈ કામદાર એક મહિલાનું મોત નીપજ્યું હતું. બીજા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે આવતી વેળા ટ્રોલી તૂટી પડી હતી. જેના કારણે શ્રમિક મહિલા નીચે પટકાતા ગંભીર ઈજા થતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જ્યાં 40 વર્ષીય કલાદેવી શંકર માહતોનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો બીજી તરફઆયુષી ટેક્સટાઇલ કંપની તરફથી મૃતકના પરિવારને આર્થિક સહાય મળે તેવી માંગ ઉઠી છેત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.