સુરત: ઉમરા વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં થયેલી રૂ.1.50 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે પાંચ ટીમ બનાવી હતી,જેમાં 12 PSI સાથે 80 પોલીસ જવાનો તપાસમાં જોડાયા હતા,અને પોલીસે 500 વધારે CCTVના  ફૂટેજ તપસ્યા હતા

New Update

સુરતના ઉમરામાં જવેલર્સની દુકાનમાં ચોરીનો મામલો

રૂપિયા 1.50 કરોડના મુદ્દામાલની થઇ હતી ચોરી 

પોલીસે ચોરીનો ઉકેલ્યો ભેદ 

પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

12 PSI સહિત 80 પોલીસ જવાન તપાસમાં જોડાયા હતા 

  
સુરત શહેરના ઉમરા ખાતે આવેલ જવેલર્સની દુકાનમાંથી રૂપિયા 1.50 કરોડના મુદ્દામાલની ચોરી થઇ હતી,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે,અને સીકલીગર ગેંગના ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી છે.
સુરત શહેરના ઉમરા ખાતે આવેલ એક જવેલર્સની દુકાનમાં ચોરીને અંજામ આપીને તસ્કરોએ હાહાકાર મચાવ્યો હતો,અને રૂપિયા 1.50 કરોડના મુદ્દામાલની ચોરી કરીને ચોર ટોળકી ફરાર થઇ હતી.આ ઘટનામાં ચોર દુકાનના CCTV કેમેરાનું DVR પણ ચોરીને સાથે લઇ ગયા હતા.
આ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે પાંચ ટીમ બનાવી હતી,જેમાં 12 PSI સાથે 80 પોલીસ જવાનો તપાસમાં જોડાયા હતા,અને પોલીસે 500 વધારે CCTVના  ફૂટેજ તપસ્યા હતા,અને તલસ્પર્શી તપાસ કરીને આખરે પોલીસને ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી.
પોલીસે સીકલીગર ગેંગના ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા,જેમાં પોલીસે મુખ્ય આરોપી સસપાલસીંગ તારાસીંગ કલાણીને મુંબઈના થાણે ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો,જ્યારે બીજો આરોપી શેરૂસીગ કાલુસીંગ તીલપીતીયાને ખંભાતથી જ્યારે ત્રીજા આરોપી કરનાલસીંગ પીલુસીંગ હરીસીંગને ભરૂચ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
ત્રણ આરોપીઓની ધરપકડ સાથે પોલીસે સોનાની લગડી, સોનાના દાગીના,રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Latest Stories