-
સુરતનો ચોર દિલ્હીથી ઝડપાયો
-
31 વર્ષ પહેલા રાંદેરમાં પેટ્રોલ પંપમાં કરી હતી ચોરી
-
રાંદેર પોલીસને ચોર અંગે મળી હતી બાતમી
-
મહાકુંભ માંથી દિલ્હી જતા પોલીસે કરી ધરપકડ
-
આરોપી નામ અને ઓળખ બદલીને રહેતો હતો
સુરતના રાંદેરમાં વર્ષ 1995માં મહાવીર પેટ્રોલ પંપ માંથી રૂપિયા 51000ની ચોરી થઇ હતી,જે ઘટનામાં 31 વર્ષથી ફરાર ચોર મહાકુંભમાં ગયો હોવાની બાતમી પોલીસને મળી હતી,અને આરોપીને પોલીસે દિલ્હીથી દબોચી લીધો હતો.
સુરતના રાંદેરમાં વર્ષ 1995માં મહાવીર પેટ્રોલ પંપ માંથી રૂપિયા 51000ની ચોરી થઇ હતી.ચોરીને અંજામ આપીને શિવ બહાદુર ઉદયપાલ રાજપુત ફરાર થઇ ગયો હતો.જોકે પ્રયાગરાજ મહાકુંભમાં આ ચોર સ્નાન કરવા માટે આવ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.તેથી રાંદેર પોલીસની ટીમે ગુપ્તરાહે મહાકુંભમાં જઈને વોચ ગોઠવી હતી,પરંતુ આરોપી મહાકુંભમાંથી દિલ્હી જવા નીકળી ગયો હતો,જે અંગેની માહિતી મળતા જ પોલીસ તેની પાછળ લાગી ગઈ હતી,અને આખરે દિલ્હીથી આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી,પોલીસ તપાસમાં આરોપી 31 વર્ષથી નામ અને ઓળખ બદલીને રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.