Connect Gujarat
સુરત 

સુરત : ટીકટોક સ્ટાર કીર્તિ પટેલની ગુંડાગર્દી, સુરતમાં ગાયો ભરેલી બે ટ્રકને રોકી ડ્રાઇવરોને માર માર્યો

કામરેજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈએ કીર્તિ પટેલ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે

સુરત : ટીકટોક સ્ટાર કીર્તિ પટેલની ગુંડાગર્દી, સુરતમાં ગાયો ભરેલી બે ટ્રકને રોકી ડ્રાઇવરોને માર માર્યો
X

સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અવાર નવાર વિવાદમાં આવતી રહે છે. કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદને લઈને જેલની હવા પણ ખાઈ ચૂકી છે, ત્યારે કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સુરત જિલ્લાના કામરેજમાં ગાયો ભરેલી બે ટ્રક રોકીને કીર્તિ પટેલ અને તેના 14 જેટલા સાગરીતોએ ડ્રાઈવરોને માર માર્યો હતો. પોલીસ આવતા તમામ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

હાલ ડ્રાઈવરોને માર મારતા વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, કામરેજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈએ કીર્તિ પટેલ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. અરવિંદભાઈ પેટ્રોલિંગમાં હતા, ત્યારે કોલ આવ્યો હતો કે ટોલનાકાથી કામરેજ જતાં રસ્તા પર ગાયો ભરેલી ટ્રક રોકી બબાલ કરવામાં આવી રહી છે, જેથી ઘટનાસ્થળે પહોંચતા બે આઇસર ગાડીઓ હતી અને તેના આગળ ટોળું હતું. જે ટોળામાં શૈલેષ મેર અને કીર્તિ પટેલ હાજર હતા. આ ટોળાએ ગાયો ભરેલી ગાડીઓ રોકેલ હતી. જેથી તમામ ટોળાના માણસોને વિખેરી ગાડીઓ ગાયો સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

Next Story