Connect Gujarat
સુરત 

સુરત : PM મોદીના જન્મદિવસની ઉજવણી, ભારતીય જૈન સંગઠને દિવ્યાંગોને કીટ વિતરણ કર્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી ભારતીય જૈન સંગઠને દિવ્યાંગોને કીટ વિતરણ કરી

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતની મહાવીર કોલેજ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોષની અધ્યક્ષતામાં ભારતીય જૈન સંગઠન દ્વારા દિવ્યાંગોને ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ છે. દેશભરમાં લોકો સેવાકીય કાર્યક્રમ યોજી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે, ત્યારે સુરતના વેસુ-વીઆઈપી રોડ ખાતે આવેલ મહાવીર કોલેજ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોષની અધ્યક્ષતામાં ભારતીય જૈન સંગઠન દ્વારા દિવ્યાંગોને ઉપયોગી કીટ વિતરણ કરાય હતી. જેમાં સંસ્થા દ્વારા 46 વ્હીલ ચેર, 37 બગલ ઘોડી, 400 કાનના મશીન સહિત 500થી વધુ લાભાર્થીઓને જરૂરી સાધનો વિતરણ કરવામાં આવ્યું હતું.

Next Story