સુરત: ટ્રાફિક પોલીસનો ટુ વ્હીલર ચાલકોને પતંગની દોરીથી સુરક્ષિત રાખવાનો પ્રયાસ, વાહનો પર લગાવ્યા સેફટી ગાર્ડ

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પ્રજાની સુરક્ષા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે,ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,

New Update
  • ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શન મોડમાં

  • ટ્રાફિક પોલીસનો પ્રજાની સુરક્ષા માટેનો પ્રયાસ

  • પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થવાની બને છે ઘટના

  • ટુ વ્હીલર પર પોલીસે લગાવ્યા સેફટી ગાર્ડ

  • લોકોને વાહન પર સેફટી ગાર્ડ લગાવવા માટે કરાઈ અપીલ

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પ્રજાની સુરક્ષા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે,ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,અને તહેવારની ખુશીનો પ્રસંગ કોઈ નિર્દોષ માટે જોખમરૂપ સાબિત ન થાય તેવા પ્રયાસો પોલીસ કરી રહી છે,પતંગની દોરી થી વાહન ચાલકો ઈજાગ્રસ્ત થતા હોવાની ઘટનાઓ તાજેતરમાં પ્રકાશમાં આવી હતી.ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોના વાહનો પર સેફટી ગાર્ડ રૂપી તાર લગાવવામાં આવ્યા છે.અને તમામ લોકોને પતંગની દોરીથી સુરક્ષિત રહેવા માટે પોતાના દ્વિચક્રી વાહન પર સેફટી ગાર્ડ લગાવવા માટે અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.