સુરત : સૈયદપુરા ગણપતિ પંડાલ પર પથ્થરમારામાં 23 આરોપીઓના બે દિવસના કોર્ટે રિમાન્ડ કર્યા મંજુર

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને ગણેશજીની મૂર્તિ ખંડિત કરવાની ઘટના બાદ કોમી તંગદિલી વ્યાપી ગઈ હતી,આ ઘટનામાં પોલીસે 27 આરોપીઓની ધરપકડ કરી હતી,

New Update

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને ગણેશજીની મૂર્તિ ખંડિત કરવાની ઘટના બાદ કોમી તંગદિલી વ્યાપી ગઈ હતી,આ ઘટનામાં પોલીસે 27 આરોપીઓની ધરપકડ કરી હતી,જેમાં કોર્ટે 23 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જ્યારે 4 આરોપીઓને સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે. 

સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી,અને ત્યારબાદ કોમી તંગદિલી વ્યાપી ગઈ હતી.આ ઘટનામાં પોલીસે 27 આરોપીઓની ધરપકડ કરી હતી.અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.પોલીસે આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી.જેમાં કોર્ટે 27 પૈકી 23 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જ્યારે 4 આરોપીઓને સારવાર હેઠળ ખસેડ્યા હતા.જાણવા મળ્યા મુજબ આરોપી અશરફ અંસારી દિવ્યાંગ છે અને એક આરોપીને શ્વાસની બીમારી છે,અન્ય 2 આરોપીઓ સહિત 4 આરોપીને મેડિકલ સારવાર માટે કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા.જ્યારે બાળકોને આગળ કરી આ પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં કોનો દોરી સંચાર છે,તે ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
 
#Gujarat #CGNews #accused #Surat #stone pelting #Ganpati #Court remand
Here are a few more articles:
Read the Next Article