સુરત : મહુવાના દામોદલા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બે બચ્ચાનું કરાયું રેસ્ક્યુ

સુરતના મહુવાના દામોદલા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બે બચ્ચા મળી આવ્યા હતા,

New Update
  • દીપડાના બે બચ્ચાનું રેસ્ક્યુ વન વિભાગે કર્યું

  • શેરડીના ખેતરમાં બચ્ચાને માતાએ સંતાડયા હતા

  • લોકોએ શેરડીનો પાક લેવા માટે ખેતરસળગાવ્યું હતું

  • દીપડાના બંને બચ્ચાથોડા દાઝી ગયા હતા

  • વન વિભાગને માહિતી આપવામાં આવી હતી

  • એક દિવસની ટ્રીટમેન્ટબાદ બચ્ચા મુક્ત કર્યા

  • માતા અને બચ્ચાનું થયું પુનઃ મિલન

સુરતના મહુવાના દામોદલા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બે બચ્ચા મળી આવ્યા હતા,જે અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન અધિકારીઓએ બચ્ચાનું રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર કરાવી હતી,અને માતા સાથે બે બચ્ચાનું મિલન થયું હતું.

સુરતના મહુવાના દામોદલા ગામની સીમમાં શેરડીના ખેતરમાં કાપણી પહેલા ખેતર સળગાવવામાં આવ્યું હતું,જેમાં બે દીપડાના બચ્ચા મળી આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ખેતરમાં આગને કારણે બચ્ચા દાઝી પણ ગયા હતા.આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન અધિકારીઓએ પ્રથમ બંને બચ્ચાનું રેસ્ક્યુ કરીને એક દિવસની જરૂરી ટ્રીટમેન્ટ આપી હતી,અને ત્યારબાદ શેરડીના ખેતરમાં જ બચ્ચાઓને મૂકી દેતા માતા સાથે બચ્ચાનું મિલન થયું હતું,અને દીપડો બચ્ચાને લઈને અન્યત્ર જતો રહ્યો હતો.આ ઘટના બાદ વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરી છે કે શેરડીના ખેતરોને સળગાવતા પહેલા ફટાકડા કે પછી અન્ય કોઈ સાઉન્ડ ક્રિએટ કરવામાં આવે જેથી વન્ય જીવો અને અન્ય પશુઓ સુરક્ષિત રીતે બહાર નીકળી શકે.

Latest Stories