અમરેલી : ધારી પંથકમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો, લોકોમાં રાહત...

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં દીપડાના આંટાફેરા વધતા વન વિભાગ હરકતમાં આવ્યું છે.

New Update
અમરેલી : ધારી પંથકમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો, લોકોમાં રાહત...

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં દીપડાના આંટાફેરા વધતા વન વિભાગ હરકતમાં આવ્યું છે.

અમરેલી જિલ્લામાં છાશવારે વન્યપ્રાણીઓ જોવા મળતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા કરે છે, ત્યારે રહેણાંક વિસ્તારમાં વધુ એક વખત વન્યપ્રાણી દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ધારી પંથકના રહેણાંકી વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી છે. જેના પગલે ધારી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે 8 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. જોકે, છેલ્લા એક અઠવાડિયાથી વન વિભાગ દ્વારા સાબદી નજર રખાતા ખૂંખાર દીપડો પાંજરે પુરાયો હતો. આ દીપડાનો ધારીના સરદારનગર, શિવનગર અને એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા 3 માસથી ભય હતો. તો બીજી તરફ, દીપડો પાંજરે પુરાય જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Read the Next Article

જુનાગઢ : રૂ. 10 લાખના દાગીના અને 3.50 લાખ રોકડ લઈ રફુચક્કર થયેલી ઝાંસીની લૂંટેરી દુલ્હન પોલીસના હાથે ઝડપાય...

જુનાગઢના માળીયા હાટીના ગામના યુવકને ઝાંસીની યુવતીએ લગ્નની લાલચ આપી રૂ. 10 લાખના દાગીના અને 3.50 લાખ રોકડ રકમ લઈ ફરાર થઈ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

New Update
  • માળીયા હાટીના ગામના યુવક સાથે થઈ છેતરપિંડી

  • ઝાંસીની યુવતીએ યુવકને આપી હતી લગ્નની લાલચ

  • 10 લાખના દાગીના3.50 લાખ રોકડ લઈ ફરાર થઈ

  • પોલીસે લૂંટેરી દુલ્હનની અટકાયત કરી તપાસ આદરી

  • યુવતીએ 5 જેટલા યુવકોને બનાવ્યા શિકાર : પોલીસ

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ગામના યુવકને ઝાંસીની યુવતીએ લગ્નની લાલચ આપી રૂ. 10 લાખના દાગીના અને 3.50 લાખ રોકડ રકમ લઈ ફરાર થઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે.

જુનાગઢના માળિયા હાટીના ખાતે રહેતા અમિત પંડ્યા નામના યુવક સાથે લગ્ન કરવાની લાલચ આપી ઝાંસીની રોશની જવાહર નામની યુવતીએ યુવકને ફસાવ્યો હતો. ગત મે માસમાં યુવકને વિશ્વાસમાં લઈ યુવતી તેના ઘરે રહેવા આવી હતીજ્યાં યુવકે સોનાના ઘરેણા બનાવડાવી આપ્યા હતાઆ સાથે જ યુવકે રોકડ રકમ પણ ઘરમાં રાખી હતી. જોકેયુવક જુનાગઢ ખાતે કામ અર્થે જતાં યુવતી રૂ. 10 લાખના દાગીના અને 3.50 લાખ રોકડ રકમ લઈ ઝાંસી જતી રહી હતી.

જેમાં તેણીએ ફરી સંપર્ક કરતા યુવકને ઝાંસી બોલાવ્યો હતોજ્યાં લગ્ન માટે કહેતા ઉત્તરાખંડના ત્રિયુગીનારાયણ મંદિરે લઈ જઈ હારતોરા કર્યા હતા. ત્યારબાદ ત્યાંથી યુવતીને પોતાના પરિવારને મળવા નહીં દઈ યુવક યુવતીને પરત માળિયા હાટીના લઈ આવ્યો હતો. જોકેયુવકને હવે લગ્ન નહી કરે તેવું જણાતા વારંવાર ઘરેણા અને રોકડ પરત કરવા માંગ કરી હતી. આથી યુવતીએ તેના સાથે મારપીટ કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો વિડિયો પણ બનાવ્યો હતો.

સમગ્ર મામલે યુવકે ગત મે મહિનામાં જ પોલીસ મથકે અરજી કરી હતી. જે પછી ફરિયાદ પણ નોંધાવી હતી. આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કેઆ યુવતીએ 5 જેટલા યુવકોને શિકાર બનાવી લૂંટ ચલાવી છેત્યારે હાલ તો પોલીસે લૂંટેરી દુલ્હનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.