સુરત : કાપોદ્રા વિસ્તારમાં રત્નકલાકારને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારતા બે અજાણ્યા શખ્સો,પોલીસે શરૂ કરી તપાસ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં કારખાનેથી પરત ઘરે જતા રત્નકલાકારની બાઈક પર આવેલા બે શખ્સોએ ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખતા  ચકચાર મચી ગઈ હતી.

New Update
  • સુરતમાં વધુ એક હત્યાનો બનાવ

  • 40 વર્ષીય રત્નકલાકારની હત્યા

  • કારખાનેથી ઘરે પરત જતા સમયે બન્યો બનાવ

  • અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા માર્યા 

  • ગંભીર ઈજાને પગલે યુવકનું ઘટના સ્થળે મોત

  • પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં કારખાનેથી પરત ઘરે જતા રત્નકલાકારની બાઈક પર આવેલા બે શખ્સોએ ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખતા  ચકચાર મચી ગઈ હતી.

સુરતમાં મોડીરાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે. હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્નકલાકારને બાઈક પર આવેલા બે શખ્સ ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સુરેશને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યા કોણે અને શા માટે કરી એ પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે.

મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના 40 વર્ષીય સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે દીકરા છે. સુરેશભાઈ કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્નેહમુદ્રા ખાતે એક હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ઘટનાને પગલે પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી,જ્યારે પત્ની અને બે બાળકોએ પરિવારના આધાર સ્તંભને ગુમાવતા પરિવારજનો પર દુઃખોનું આભ તૂટી પડ્યું હતું.

Latest Stories