Connect Gujarat
સુરત 

સુરત: સરકારી હોસ્પિટલના તબીબનું કારસ્તાન, ખાનગી ક્લિનિક ચલાવવા રૂ.10 હજાર પગારે માણસ મૂકી તબીબની કરાવતો નોકરી

ઉમરપાડા સરકારી હોસ્પિટલના તબીબનું કારસ્તાન, ખાનગી ક્લિનિક ચલાવવા કર્યું કૃત્ય.

X

સુરતના ઉમરપાડા સરકારી રેફરલ હોસ્પિટલના તબીબનું કારસ્તાન સામે આવ્યું છે॰ સરકારી નોકરી હોવા છતાં ડોકટર પોતાનું ખાનગી દવાખાનું ચલાવતો હતો અને સરકારી હોસ્પિટલમાં મહિનાના 10 હજાર પગાર પર માણસ મૂકી દીધો હતો ત્યારે બોગસ તબીબ દ્વારા દર્દીને અન્ય દવા આપી દેવાતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

સુરત જિલ્લાના છેવાડે આવેલા અતિ પછાત ઉમરપાડા તાલુકામાં સંપૂર્ણપણે આદિવાસી પ્રજાજનો વસવાટ કરે છે.આદિવાસી પ્રજાજનોના આરોગ્ય સાથે ચેડા કરવાનો એક ગંભીર કિસ્સો બહાર આવતાં સમગ્ર તાલુકામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉમરપાડા તાલુકા મથકની સરકારી રેફરલ હોસ્પિટલમાં ગાયનેક એમ.બી.બી.એસ ડોક્ટર તરીકે નરેશ પવાસીયાની નિમણૂક વર્ષ 2020માં કરવામાં આવી હતી પરંતુ આ ડોક્ટર સુરત ખાતે પોતાની હોસ્પિટલ ચલાવતો હતો.

ડોક્ટરે પોતે ફરજ ઉપર આવવાને બદલે અન્ય નકલી ડોકટરોને તંત્રની રહેમ નજર હેઠળ ઉમરપાડા ખાતે સરકારી રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવવા મોકલતો હતો. તારીખ 2/8/21ના રોજ ફરજ પરના ડોક્ટર નરેશ પાવસીયા દ્વારા સુરત માતાવાડી ખાતે રહેતો અને તાપી જિલ્લાની એક કોલેજમાં અભ્યાસ કરતો કરણ જોટંગીયાને રૂપિયા 10,000નો પગાર આપવાનુ નક્કી કરી ઉંમરપાડાની સરકારી રેફરલ હોસ્પિટલમાં પોતાની જગ્યાએ ફરજ ઉપર મોકલ્યો હતો.નકલી ડોક્ટર કરણ જોટંગીયા છેલ્લા 15 દિવસથી ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો.આ શખ્સે15 દિવસમાં અનેક આદિવાસી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કર્યા.

ગતરોજ દવા લેવા આવેલા દર્દીને બીમારીની વિરુદ્ધ દિશામાં દવા લખી આપતા હોસ્પિટલમાં ફરજ બજાવતા અન્ય મહિલા કર્મચારીને આ બાબત ધ્યાન પર આવી હતી. જેથી ઉપરી અધિકારીનું ધ્યાન દોરયા બાદ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અનિલ કુમાર હરિનાથના ઝાટ તપાસ માટે આવ્યા હતા.તેમણે ફરજ પર નરેશ કેશુભાઈ પાવસીયા પોતે હાજર છે કે કેમ તે અંગે તપાસ કરતા નકલી ડોક્ટરનો ભાડો ફૂટી ગયો હતો.નકલી ડોક્ટર તરીકે ઝડપાયેલા શખ્સે પોતે ડોક્ટર નહીં હોવાની કબૂલાત કરી હતી.પોલીસે સમગ્ર મામલામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story