સુરત : વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને આવાસની ફાળવણી કરાય...

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરતના છાપરાભાઠા સ્થિત આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી હતી.

New Update

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના

છાપરાભાઠા સ્થિત આવાસોનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો

રાજ્યના વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી

આ સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજના છે : મુકેશ પટેલ

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરતના છાપરાભાઠા સ્થિત આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી હતી.

સુરતના મોટા વરાછા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે EWS-1 અને EWS-2 હેઠળ 111 આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો. આ અંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કેદરેક પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન હોય છે. સામાન્ય પરિવારનો મોભી પોતાનું સમગ્ર જીવન દરમિયાન મહેનત કરતો હોય છે. પરંતુ ઘરનું સ્વપ્ન પૂર્ણ કરી શકતો નથી. પરંતુ વડાપ્રધાનના પરિણામે લાખો પરિવારોના સ્વપ્ન પરિપૂર્ણ થઈ રહ્યા છે. દેશમાં સૌ પ્રથમ નદી કિનારે વસતા હજારો પરિવારોને પાકી છત આપવાનું કાર્ય સરકારે કર્યું છે. વધુમાં તેમને જણાવ્યું કહ્યું હતું કેસરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા અનેક યોજનાનો લાભ સીધો જ લાભાર્થીના બેન્ક ખાતામાં મળતો થયો છે. આ સાથે આરોગ્યશિક્ષણરાશનઆવાસવિજળી સહિત પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.

#Gujarat #CGNews #Surat #Mukesh Patel #Gujarat Environment Minister
Here are a few more articles:
Read the Next Article