સુરત :  મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ હિંસક મારામારી,છ લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ

સુરતના મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ બે જૂથ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં જાહેરમાં હિંસક મારામારી સર્જાય હતી,જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.

New Update
  • સુરતના મહિધરપુરા વિસ્તારની ઘટના

  • બાળકોના ઝઘડાએ લીધું ઉગ્ર સ્વરૂપ

  • બે જૂથ વચ્ચે થઈ હિંસક મારામારી

  • ઘટનામાં છ લોકો થયા ઇજાગ્રસ્ત

  • પોલીસે રાયોટીંગનો ગુન્હો કર્યો દર્જ 

સુરતના મહિધરપુરામાં બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ હિંસક મારામારીની ઘટના સર્જાઈ હતી. જેમાં છ લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં પોલીસે રાયોટીંગનો ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી છે.

સુરતના મહિધરપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ બે જૂથ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં જાહેરમાં હિંસક મારામારી સર્જાય હતી,જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.સર્જાયેલી ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આ ઘટનામાં પોલીસે રાયોટીંગનો ગુન્હો દર્જ કરીને તપાસ શરૂ કરી છે.પોલીસ તપાસમાં બાળકોની સામાન્ય  બોલાચાલીમાં પરિસ્થિતિ વણસી હતી અને હિંસક મારામારી સુધી પહોંચી ગઈ હતી.અને સમગ્ર ઘટના સ્થાનિક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.પોલીસે સીસીટીવીના આધારે પણ આરોપીઓની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે.

Latest Stories