Connect Gujarat
સુરત 

સુરત: સેન્ટ્રલ બ્યુરોના નામે 45 હજાર પડાવનાર તોડબાજ પત્રકારો પોલીસના સકંજામાં

સુરતમાં અમરોલી ખાતે સેન્ટ્રલ બ્યુરોના નામે 45 હજાર પડાવનાર તોડબાજ પત્રકારોની પોલીસે ધરપકડ કરી છે.

X

સુરતમાં તોડબાજ પત્રકારોનો કહેર જોવા મળી રહ્યો છે.પત્રકારનું કાર્ડ ધારણ કરી લોકો સાથે ઉઘાડી લૂંટ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.મોટા વરાછાના એજન્ટ બિઝનેસ સેન્ટરના કન્સલ્ટન્ટની ઓફિસ ધરાવતા કેતન અરવિંદભાઈ કિયાડાની ઓફિસમાં ત્રણથી ચાર જણા ધસી જઇ સેન્ટ્રલ બ્યુરોમાંથી આવ્યા છે.ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી આપો છો પરંતુ લોકો પાસેથી વધુ પૈસા લો છો તમારા ઉપર કેસ કરીશું અને છ મહિના સુધી જામીન મળશે નહીં તેમ ધમકી આપી રૂપિયા ૪૫ હજાર પડાવી લીધા હતા..

પોતાની સાથે થયેલી ઘટના અંગે મિત્રને જાણ કર્યા બાદ કેતને અમરોલી પોલીસ સ્ટેશનના પી.આઇ.વી.યુ. ગડરિયાને સમગ્ર જાણ કરી હતી તાત્કાલિક ટીમ બનાવી ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ આધારે પત્રકારના નામે તોડ બાજી કરનારા કાર્તિક ઉર્ફે રાજ સુરેન્દ્ર શેઠ,પ્રકાશ મોહન મોલિયા,ઉદિત કુમારપાળ ભાવસાર,અને હરીશ નરેશ લુખીની ધરપકડ કરી હતી પોલીસે આ ટોળકી પાસેથી શહેરના અન્ય વિસ્તારમાંથી પણ ધાક ધમકી આપી રૂપિયા પડાવ્યા હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરી છે આરોપી પાસેથી પ્રેસના કાર્ડ અને માનવ અધિકારના આઈ કાર્ડ મળી આવ્યા હતા

Next Story