/connect-gujarat/media/post_banners/5220ce08b8bb055163ebaa371fdfc23776b2cfa5f40be7f936d5353df602a29e.jpg)
સુરતમાં રવિવારના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવનાર છે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ નડિયાદ ખેડા ખાતેથી એક સાથે રાજ્યના 19 જિલ્લામાં પોલીસ આવાસોનું લોકાર્પણ કરશે.
આજથી કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે પહોચ્યા છે ત્યારે અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. અમિત શાહ આવતીકાલે નડિયાદ પહોંચી રાજ્યના 19 જિલ્લામાં પોલીસ વિભાગના આવાસ યોજનાનું ઓનલાઈન લોકાર્પણ કરશે. જેમાં સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન નજીક રામપુરા ખાતે સુરત સીટીના પોલીસ કોન્સ્ટેબલ અને પ્રથમ વખત બી કેટેગરીમાં જ ૪૦ જેટલા ફ્લેટનુ લોકર્પણ કરવામાં આવશે.જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ હાજર રહેશે.