સુરત : દિવાળી ટાણે જ ડભોલી રોડની સોસાયટીમાં પાણીનો પોકાર, સ્થાનિકો પરેશાન

દિવાળીના તહેવાર ટાણે જ સુરત શહેરના ડભોલી રોડ પર આવેલ સરદારનગર સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી પાણી નહીં આવતાં સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે.

New Update

સ્માર્ટ સીટી સુરત શહેરના જ ઘણા વિસ્તારોમાં લોકોને પ્રાથમિક જરૂરીયાત એટલે કે, પાણી જ નથી મળતું. ડભોલી રોડ પણ આવેલ સરદારનગર સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી અહીંના રહેવાસીઓને પાણી મળી રહ્યું નથી. ઘર વપરાશ અને પીવાના પાણીની બોટલો મંગાવી જેમતેમ દિવસો કાઢવા માટે અહીના સ્થાનિકો મજબુર બન્યા છે. સોસાયટીવાસીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા દોઢ મહિનાથી પાણી નહીં આવતું હોવાના કારણે લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત સુરત મહાનગરપાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી, ત્યારે સ્થાનિકોને સામી દિવાળીએ ક્યારે પાણી મળશે તેવી રાહ જોવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના રસ્તા બન્યા ખાડામય

  • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

  • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

  • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

  • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

  • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.
Latest Stories