Connect Gujarat
સુરત 

સુરત : અમે ઉડતા પંજાબને રોક્યું છે, અને ગુજરાતને "ઉડતું ગુજરાત" નહીં થવા દઈએ : કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા

કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ પાટીલ તેમજ દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ બી.એમ.સંદીપ ઉપસ્થિત રહ્યા હતા

X

સુરત શહેરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ પાટીલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ડ્રગ્સ કાંડ અને યુવાનોને બેરોજગારી મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી.

સુરત ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ પાટીલ તેમજ દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ બી.એમ.સંદીપ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ પાટીલે જણાવ્યુ હતું કે, ગુજરાતનો યુવાન જીવનમાં રાહ શોધી શકતો નથી. અહીની સરકાર યુવાનોને રોજગાર આપવાવાળી છે કે, પછી યુવાનોને ડ્રગ્સ આપવાવાળી છે, તે એક સવાલ છે. કોંગ્રેસ રાજ્ય સરકારને કહે છે કે, યુવાનોને ડ્રગ્સ નહીં, રોજગાર આપો. પીપાવાવ અને અદાણી પોર્ટ પરથી ગુજરાતમાં ડ્રગ્સ આવી રહ્યુ હોવાનો પણ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો. જોકે, હજુ પણ ટેલકમ પાઉડરની આડમાં ડ્રગ્સ આવતા NIAની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, ઇન્ટરનેશનલ સિન્ડિકેટ, ડોમેસ્ટિક સિન્ડિકેટ અને રાજનીતિને ખતમ કરી પંજાબને રાહત આપી હતી. દેશના ગૃહમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રીએ જવાબ આપવો પડશે કે, શા માટે ઇન્ટરનેશનલ સિન્ડિકેટને રોકવામાં ન આવી.? હવે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો, અહીની જનતાને પણ રાહત આપવાનો કોંગ્રેસે વાયદો કર્યો છે.

તો બીજી તરફ, બી.એમ.સંદીપે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, સરકાર એવું કહે છે કે, આટલા કરોડનું ડ્રગ્સ પકડ્યું છે, પરંતુ આ ડ્રગ્સ પકડ્યા બાદ શું કાર્યવાહી કરવામાં આવી છે, તે સરકારે જણાવવું જોઈએ. ગુજરાતમાં ડ્રગ્સનો મોટો મુદ્દો છે, અને ગુજરાતમાં દરેક ઘરમાં યુવાનો ડ્રગનો શિકાર થઈ રહ્યા છે. એક તરફ આ લોકો યુવાનોને બેરોજગાર કરે છે, અને બીજી તરફ બેરોજગારોને ડ્રગ્સ આપવાનું કામ કરે છે. કોંગ્રેસ પાર્ટી આ બાબતની સામે હંમેશા લડશે. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ આંકડાકીય માહિતી સાથે નિવેદન આપતા નથી. 27 વર્ષના શાસનમાં કોઈ સારું કામ થયું નથી. પરંતુ અત્યારે ગુજરાત ડ્રગ્સનું મોડલ બનીને દેખાય રહ્યું હોવાનો બી.એમ.સંદીપે આક્ષેપ કર્યો હતો.

Next Story
Share it