સુરત:તાપી નદીમાં ભંગાર વીણવા જતા એક થેલીમાં મળ્યા હથિયારો,પોલીસે કરી રીઢા આરોપીની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકની ધરપકડ કરીને દેશી હાથ બનાવટની બે રિવોલ્વર તેમજ દેશી તમંચા અને જીવતા કારતૂસ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી. 

New Update

સુરતમાં હથિયાર લઈને ફરતો ઈસમ ઝડપાયો 

ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની કરી ધરપકડ 

બે રિવોલ્વર,દેશી તમંચો અને જીવતા કારતૂસ કર્યા જપ્ત 

આરોપીને નદીમાં ભંગાર વિણતી વખતે મળ્યા હતા હથિયાર

ઝડપાયેલો આરોપી છે રીઢો ગુનેગાર 

સુરતમાં તાપી નદીમાંથી ભંગાર વિનવાણી કામગીરી દરમિયાન એક યુવકને હથિયાર ભરેલી થેલી મળી આવી હતી,ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવકની ધરપકડ કરીને દેશી હાથ બનાવટની બે રિવોલ્વર તેમજ દેશી તમંચા અને જીવતા કારતૂસ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી. 
સુરત શહેરમાં દિવાળી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ કરી ફાયર આર્મ્સ હથિયારો પકડી પાડવા ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે આરોપી જીતુ ઉર્ફે જીતુ બિલ્લો આલ્જીભાઈ રાઠોડની ધરપકડ કરી છે. પોલીસે અઠવા તાપી નદીના કિનારે શનિવારી બજાર ડકકા ઓવારા પાસે આવેલ વળકપ ભૂતબંગલા નજીકથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની બે રિવોલ્વર અને દેશી તમંચા અને જીવતા કારતૂસ કબજે કર્યા છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.પોલીસ તપાસમાં આરોપી અને તેનો મિત્ર નિલેશ વળવી તાપી નદીમાં શ્રીફળ,ચૂંદડી,સિક્કાઓ અને ભંગાર વીણવાની મજુરી કામ કરતા હતા.આશરે બે મહિના પહેલા તાપી નદીમાં ભંગાર વીણવા જતી વખતે એક થેલીમાં હથિયારો મળી આવ્યા હતા.જે હથિયારો તેને ડક્કા ઓવારા પાસે આવેલ વડકપ ભૂત બંગલામાં સંતાડીને મૂકી રાખ્યા હતા.જાણવા મળ્યા મુજબ આરોપીના મિત્રની હત્યા અને અંગત દુશ્મનાવટનો બદલો લેવા માટે આરોપી જીતુ રાઠોડ હથિયાર લઈને ફરતો હતો.આરોપી જીતુ રાઠોડ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે.જેમાં અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ચાર અને ઉમરા પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલા છે,અગાઉ આરોપી એક ગુનામાં પાસા હેઠળ પણ ધકેલાયો હતો.
Latest Stories