સુરત : જાણીતા બિલ્ડરે બીમારીથી કંટાળી લમણે ગોળી મારી, આપઘાત કરી લેતા પરિવાર શોકમાં...

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં બ્લેક પેપર હોટલના માલિક અને બિલ્ડરે બીમારીથી કંટાળી પોતાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

New Update

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે 70 વર્ષીય બિલ્ડર અને હોટલના માલિક અરજણ મણિયા રહેતા હતા. તેમને ત્રણ પુત્રો છે. અરજણભાઈ બ્લેક પીપર હોટલના માલિક અને સુરતના જાણીતા બિલ્ડર હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા. આ દરમિયાન આજે ઘરમાં જ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. 2 વર્ષ પહેલા તેઓને બ્રેન સ્ટોકનો એટેક આવ્યો હતો. ત્યારબાદથી તેઓને બોલવા અને ચાલવાની તકલીફ થઈ હતી. છેલ્લા 2 વર્ષથી પથારીવસ અરજણભાઈ કંઈ ન કરી શકવાને લઈને ખૂબ જ માનસિક તણાવમાં રહેતા હતા. અરજણભાઈના પુત્ર ભરતભાઈ એ જણાવ્યું હતું કે, બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હતું. પેરાલિસિસ પણ હોવાથી તેમની રિવોલ્વર પણ લોકરમાં મુકી દીધી હતી, ત્યારે ગમે તેમ કરીને લોકરમાંથી રિવોલ્વર કાઢીને તેઓએ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. પરિવારના મોભી દ્વારા આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

Latest Stories