સુરત:પત્નીએ જ પતિ પર કરાવ્યો જીવલેણ હુમલો, પ્રેમીને બોલાવી ચપ્પુના ઘા ઝીંકાયા

મજૂરી કામ કરી ગુજરાત ચલાવનાર અને ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી.

New Update
સુરત:પત્નીએ જ પતિ પર કરાવ્યો જીવલેણ હુમલો, પ્રેમીને બોલાવી ચપ્પુના ઘા ઝીંકાયા

સુરતમાં મજૂરી કામ કરી ગુજરાત ચલાવનાર અને ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં પત્નીએ જ પોતાના પતિની હત્યા માટેનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે

સુરતમાં ડીંડોલી સણીયા કણદે ગામ પાસે આવેલ આત્મીય સંસ્કારધામ સંકુલની બાંધકામ સાઈટમાં કામ કરતા શ્રમજીવી ખુમાનભાઈ ભુરીયા પોતાની પત્ની તથા બાળકી સાથે પતરાના શેડમાં સુતા હતા. તે વખતે ધાબળો ઓઢીને આવેલા એક અજાણ્યા ઇસમે ખુમાનભાઈ ઉપર ચપ્પુથી છાતીના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. આ દરમિયાન આજુબાજુ પતરાના શેડમાં રહેતા શ્રમજીવી મજૂરો જાગી ગયા હતા અને ખુમાનભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. આ સમગ્ર મામલે ખુમાનભાઈની પત્ની ગીતાબેન દ્વારા ડીંડોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ ફરિયાદ આપી હતી. પોલીસે હુમલો કરનાર સામે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે પોલીસે ખુમાનભાઈની પત્ની ગીતાબેનની પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. જેમાં તેની પત્નીના જવાબો ઉપર પોલીસને શંકા જતા. પોલીસે તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં તે ભાંગી પડી હતી અને ગુનાની કબુલાત કરતા જણાવ્યું હતું કે તેના પતિની હત્યા કરવા માટેનો પ્લાન તેને બનાવ્યો હતો. પતિના ગામના કૌટુંબીક ભાઈ લાલા ભુરીયા સાથે છેલ્લા પાંચેક વર્ષથી પ્રેમ સંબંધ છે. કોરોના લોકડાઉન વખતે પ્રેમી લાલા ભુરીયા તથા ગીતાબેન ભુરીયા અને તેના પતિ સુરત શહેરમાં અલગ અલગ બાંધકામ સાઈટ ઉપર સાથે મજૂરી કામ કરતા હતા. અમારા બંનેના પ્રેમ સંબંધ વિશે મારા પતિને ખબર પડી ગઈ હતી. જેને લઇ તેમના ગામ બિલવાણ ખાતે તેમના પતિ ખુમાન ભુરીયા અને પ્રેમી લાલા ભુરીયા સાથે ગત રક્ષાબંધન વખતે તેમના પ્રેમ સંબંધને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ તેઓ પોતાના પતિ, બાળકી સાથે સુરત આવી ગયા હતા. અને ડીંડોલીમાં સણિયા કણદે ખાતે આવેલ આત્મીય સંસ્કારધામ સંકુલ બાંધકામ સાઈટ ઉપર મજૂરી કામ કરતા હતા. દરમિયાન ગીતાબેનએ ફોન કરીને પોતાના પ્રેમી લાલા ભુરીયાને દાહોદથી સુરત બોલાવી લીધો હતો. અને તેમના પ્રેમમાં અડચણ રૂપ પતિનો કાંટો કાઢી નાખવા માટે જણાવ્યું હતું ત્યારે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories