-
ખટોદરામાં 25 વર્ષીય પરિણીતાના આપઘાતનો મામલો
-
મહિલાએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
-
મહિલાએ અન્ય જ્ઞાતિમાં કર્યા હતા પ્રેમ લગ્ન
-
સાસરી પક્ષના ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ
-
મૃતક મહિલાના પરિવારજનોએ સાસરી પક્ષ પર કર્યા આક્ષેપ
-
પોલીસે ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા
સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી,જોકે આ ઘટના પાછળ તેણીના સાસરિયા જવાબદાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
સુરતના ખટોદરા વિસ્તારમાં ગજાનંદ શેરી અંબાનગર 2માં રહેતા 25 વર્ષીય રીના ઉર્ફે તુલસી ધવલભાઇ જરીવાલાએ 22 માર્ચે બપોરે 12 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર અચાનક જ જીવન ટૂંકાવી લીધું હતું. ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.25 વર્ષીય પરિણીતાએ કયા કારણસર આપઘાત કર્યો એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન મૃતક પરિણીતાના પરિવારજનોએ દીકરીનાં સાસુ, ફોઈ, કાકા, કાકી વિરુદ્ધ જાતિ વિષયક ટિપ્પણી કરી પોતાની દીકરીને ટોર્ચર કરતા હોવાના આક્ષેપ કર્યા છે અને ન્યાયની માંગ કરી છે.