સુરતની મહિલાએ વેસ્ટમાંથી 18 થીમ પર 3 લાખ ટૂકડાઓ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.લોકો જે વસ્તુને ફેંકી દેતા હોય છે,તેને રિસાયકલ કરી તેને બેસ્ટમાં રૂપાંતરિત કરી કલાકારીનું સન્માન થાય એવો રેકોર્ડ બનાવ્યો છે.
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સુધા નાકરાણી એક કલાકાર છે.ફેશન ડિઝાઇન અને હેન્ડીક્રાફ્ટ એસેસરીઝની સંસ્થા સુર્મલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના સ્થાપક છે,તેમણે છ વર્ષમાં 18 પ્રકારની હસ્તકલા કલાના કુલ 3,00,000 ટુકડાઓ બનાવ્યા અને તેનું વિતરણ કર્યું છે. તેમની સાથે તેમની ટીમ સિંધી વર્ક, એપ્લિક વર્ક, કરાચી વર્ક, ટ્રેડિશનલ વર્ક, જરદોશી વર્ક, મુકેશ વર્ક, સિફલી વર્ક, મિરર વર્ક, મોતી વર્ક, થ્રેડ વર્ક, કશુટી વર્ક, પિચવાઈ વર્ક, કાશીદા વર્ક, ખાટલી બનાવવા અને શીખવવામાં નિષ્ણાત છે. વર્ક, માર્ડી વર્ક, ચિકંકારી વર્ક, રિબન વર્ક વગેરે બનાવી નવો રેકોર્ડ બનાવ્યો છે.સુધા નાકરાણી મૂળ અમરેલી જિલ્લાના
ચલાલા ગામના છે,તેમને મળેલી રેકોર્ડની સિદ્ધિ બદલ તેમને પોતાના ગામને પસંદ કર્યું હતું. જોકે,આ રેકોર્ડનું સન્માન ગામડાઓમાં તો નથી મળતું પણ તેઓએ ગામનું ઋણ ચૂકવવા માટે વતનને પસંદ કર્યું હતું.
સુધા નાકરાણીએ લોકોએ જે વસ્તુઓ યુઝ કરી છે કે જે ફેંકી દીધી હોય તેને રિસાયકલ કરી છે. લોલીપોપની ફેંકી દીધેલી નળી, નાની કાચની બોટલ, વેસેલિનની ખાલી નાની ડબ્બી, ખીલી, ચળોઠી, દવાના રેપર, ઈલેક્ટ્રીકના વાયર આવી અનેક વસ્તુઓનો ઉપયોગ કરી અલગ અલગ પ્રકારની ક્રિએટીવીટી કરી છે.3 લાખ મેક્સિમમ પીસ બનાવ્યા છે. 6 વર્ષ કરેલી મહેનતથી આ રેકોર્ડ બનાવ્યો છે.
વધુમાં ક્રિએટીવીટી વર્ક કરતી મહિલાઓને સંદેશ આપ્યો હતો કે, દરેક મહિલાઓને કહેવું છે કે આપણી અંદર એક હુનર છુપાયેલું હોય છે.પોતાની ક્રિએટીવિટીને બહાર લાવો. લોકો ટેલેન્ટના જ દિવાના છે. બધા કરતા કંઈક અલગ રસ્તે ચાલે, બધા કરતા એકલા પણ અલગ રસ્તે ચાલો અને કંઈક ક્રિએટીવિટી કરી ભવિષ્ય બનાવો.