સુરત: મહિલાએ વેસ્ટ માંથી બેસ્ટ બનાવી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, 6 વર્ષમાં 18 પ્રકારની હસ્તકલાના 3 લાખ ટુકડા બનાવ્યા

સુરતની મહિલાએ વેસ્ટમાંથી 18 થીમ પર 3 લાખ ટૂકડાઓ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.લોકો જે વસ્તુને ફેંકી દેતા હોય છે,

New Update

સુરતની મહિલાએ વેસ્ટમાંથી 18 થીમ પર 3 લાખ ટૂકડાઓ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.લોકો જે વસ્તુને ફેંકી દેતા હોય છે,તેને રિસાયકલ કરી તેને બેસ્ટમાં રૂપાંતરિત કરી કલાકારીનું સન્માન થાય એવો રેકોર્ડ બનાવ્યો છે.

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સુધા નાકરાણી એક કલાકાર છે.ફેશન ડિઝાઇન અને હેન્ડીક્રાફ્ટ એસેસરીઝની સંસ્થા સુર્મલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના સ્થાપક છે,તેમણે છ વર્ષમાં 18 પ્રકારની હસ્તકલા કલાના કુલ 3,00,000 ટુકડાઓ બનાવ્યા અને તેનું વિતરણ કર્યું છે. તેમની સાથે તેમની ટીમ સિંધી વર્કએપ્લિક વર્કકરાચી વર્કટ્રેડિશનલ વર્કજરદોશી વર્કમુકેશ વર્કસિફલી વર્કમિરર વર્કમોતી વર્કથ્રેડ વર્કકશુટી વર્કપિચવાઈ વર્કકાશીદા વર્કખાટલી બનાવવા અને શીખવવામાં નિષ્ણાત છે. વર્કમાર્ડી વર્કચિકંકારી વર્કરિબન વર્ક વગેરે બનાવી નવો રેકોર્ડ બનાવ્યો છે.સુધા નાકરાણી મૂળ અમરેલી જિલ્લાના

ચલાલા ગામના છે,તેમને મળેલી રેકોર્ડની સિદ્ધિ બદલ તેમને  પોતાના ગામને પસંદ કર્યું હતું. જોકે,આ રેકોર્ડનું સન્માન ગામડાઓમાં તો નથી મળતું પણ તેઓએ ગામનું ઋણ ચૂકવવા માટે વતનને પસંદ કર્યું હતું.

સુધા નાકરાણીએ લોકોએ જે વસ્તુઓ યુઝ કરી છે કે જે ફેંકી દીધી હોય તેને રિસાયકલ કરી છે. લોલીપોપની ફેંકી દીધેલી નળીનાની કાચની બોટલવેસેલિનની ખાલી નાની ડબ્બીખીલીચળોઠીદવાના રેપરઈલેક્ટ્રીકના વાયર આવી અનેક વસ્તુઓનો ઉપયોગ કરી અલગ અલગ પ્રકારની ક્રિએટીવીટી કરી છે.3 લાખ મેક્સિમમ પીસ બનાવ્યા છે. 6 વર્ષ કરેલી મહેનતથી આ રેકોર્ડ બનાવ્યો છે.

વધુમાં ક્રિએટીવીટી વર્ક કરતી મહિલાઓને સંદેશ આપ્યો હતો કેદરેક મહિલાઓને કહેવું છે કે આપણી અંદર એક હુનર છુપાયેલું હોય છે.પોતાની ક્રિએટીવિટીને બહાર લાવો. લોકો ટેલેન્ટના જ દિવાના છે. બધા કરતા કંઈક અલગ રસ્તે ચાલેબધા કરતા એકલા પણ અલગ રસ્તે ચાલો અને કંઈક ક્રિએટીવિટી કરી ભવિષ્ય બનાવો.

 

#CGNews #Surat #Women #world record #Artist #Art
Here are a few more articles:
Read the Next Article