સુરત મહિલા પોલીસકર્મીઓએ પોલીસભાઈઓ સાથે ભાઈબીજ પર્વની કરી ઉજવણી

સુરતમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીઓએ પોલીસભાઈઓ સાથે ભાઈબીજ પર્વની ઉજવણી કરી હતી.અને ફરજ દરમિયાન પોલીસભાઈઓને મીઠાઈ ખવડાવીને ભાઈબીજ પર્વની શુભેચ્છા પાઠવી

New Update
Surat Police Celebrate Bhai duj
Advertisment
સુરતમાં દિવાળી પર્વમાં મહિલા પોલીસકર્મીઓ પોતાના પરિવારથી દૂર રહીને પોતાની ફરજને પ્રાથમિકતા આપી રહ્યા છે,ત્યારે તહેવારની સંસ્કૃતિને જાળવવા માટે મહિલા પોલીસકર્મીઓએ પોલીસભાઈઓ સાથે ભાઈબીજના પર્વની ઉજવણી કરી હતી.
Advertisment
દિવાળીના પર્વની દેશભરમાં ધામધૂમપૂર્વક તેમજ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે,તેમજ આજે ભાઈબીજનો પર્વ હોય જેથી બહેનો પોતાના પરિવાર સાથે આ દિવસની ઉજવણી કરતી હોય છે.પરંતુ સુરતમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીઓ પોતાના બંદોબસ્ત તેમજ કામમાં વ્યસ્ત રહેતી હોય છે.
જેથી તેઓ પોતાના પરિવાર સુધી પહોંચી શકતા નથી. ત્યારે તેઓએ પોતાના બંદોબસ્ત સ્થળ પર પોલીસભાઈઓ સાથે ભાઈબીજ પર્વની ઉજવણી કરી હતી.અને ફરજ દરમિયાન પોલીસભાઈઓને મીઠાઈ ખવડાવીને ભાઈબીજ પર્વની શુભેચ્છા પાઠવી હતી.
Latest Stories