-
સામુહિક આત્મહત્યાની ઘટનાથી ચકચાર
-
પારિવારિક ઝઘડામાં યુવક બન્યો હિંસક
-
માતાપિતા,પત્ની અને બાળક પર કર્યો ચપ્પુથી હુમલો
-
પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
-
ઘાતકી હુમલામાં પત્ની બાળકનું કરૂણ મોત
-
યુવક અને માતા પિતા સારવાર હેઠળ
-
પોલીસે શરૂ કરી તપાસ
સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા,પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું.ચકચારી ઘટનામાં પત્ની અને બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. જયારે માતા પિતા તેમજ યુવક સારવાર હેઠળ છે.પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરત સરથાણા વિસ્તારમાં આવેલ રાજહંસ સ્વપ્ન સૃષ્ટિ બંગ્લોઝ સોસાયટીમાં સૂર્યા ફ્લેટની અંદર 8માં માળે રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પરિવારમાં અરેરાટી ભરી ઘટના બની હતી.જેમાં સ્મિત જીવાણીએ તેના પિતા લાભુભાઈ તથા માતા વિલાશબેન, પત્ની હિરલબેન, પુત્ર ચાહત પર ચપ્પુથી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી,અને પોતાને પણ ઇજા પહોંચાડી હતી. આ ચકચારી ઘટનામાં તેના પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે.જ્યારે સ્મિત અને તેના માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘટના લોકોની જાણ સ્થાનિક લોકોએ સરથાણા પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પારિવારિક મનદુઃખના કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો. જેને લઇને આ કરૂણ ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ઘટનાના હાલ CCTV બહાર આવ્યા છે. જેમાં સ્મિતે પોતાના પરિવાર પર હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં માતા અને પિતા ઘરની બહાર આવી ગયા હતા.અને આજુબાજુના લોકોને જાણ કરી હતી.ઘટના અંગે પોલીસ દ્વારા ફરિયાદ દર્જ કરીને તપાસ શરૂ કરી છે.