સુરત : યુવકનો પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત, વીડિયો બનાવી ઠાલવી હૈયાવરાળ,"મોદીજી છોકરાઓ માટે કાયદો બનાવો..."

સુરતના વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડીયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી મોતને વ્હાલું કર્યું છે.

New Update
  • વેપારી યુવકના ચકચારી આપઘાતનો મામલો

  • યુવકે અંતિમ વિડીયો બનાવીને કર્યો હતો આપઘાત

  • પૂર્વ પત્નીના ત્રાસથી ભર્યું અંતિમ પગલું

  • PM મોદીને છોકરાઓ માટે કાયદો બનાવવા કરી વિનંતી

  • પોલીસે પૂર્વ પત્ની તેના પ્રેમીની કરી ધરપકડ

સુરતમાંથી એક વેપારી યુવકે અંતિમ પગલું ભરતા પહેલા એક વિડીયો બનાવીને પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.અને પૂર્વ પત્ની શીતલ પર આપઘાત માટે દુષ્પ્રેરણાનો આરોપ લગાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે પૂર્વ પત્ની અને પ્રેમીની ધરપકડ કરી અન્ય 10 આરોપીઓની શોધખોળ કરી આ મામલે તપાસ હાથ ધરી છે.

સુરતના વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડીયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી મોતને વ્હાલું કર્યું છે. તેણે શીતલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકેબાદમાં શીતલ અને પરિવારના ઝઘડા વધી રહ્યા હતા. જેમાં મૃતકના આરોપો અનુસારશીતલ ઘરના સભ્યો અને તેને હેરાન કરતી હતી. જેનાથી કંટાળીને જયદીપે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકેઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુહોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. જયદીપે આપઘાત કરતા પહેલા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો.જેમાં તેણે પોતાની પૂર્વ પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ સિવાય વડાપ્રધાન મોદીને પણ પુરુષો માટે કાયદો બનાવવાની અપીલ કરી હતી.

ઉત્તરાણ પોલીસને જયદીપની મોપેડમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જે અનુસાર2023માં 30 ઓક્ટોબરે શીતલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે નાની-નાની વાતે પરિવાર સાથે ઝઘડા કરતી હતી.

આ સિવાય જયદીપે અંતિમ વીડિયોમાં વડાપ્રધાન મોદીને પણ અપીલ કરી હતી. તેણે કહ્યું કે, ‘મેં આ મામલે પોલીસમાં પણ કેસ કર્યો હતોપણ તે બધાએ મારા પર દબાણ કરી કેસ પરત ખેંચાવી લીધો હતો. છોકરાઓ માટે કોઈ કાયદો જ નથી. દર વખતે છોકરાઓએ મરીને જ સાબિત કરવું પડે છે કેતે સાચો હતો. મારે વડાપ્રધાન મોદીને એટલું જ કહેવું છે કેછોકરાઓ માટે પણ કાયદો બનાવોજેથી તેમને મરીને સાબિત ન કરવું પડે કે તે સાચો હતો. મેં શીતલને પ્રેમ અને પૈસા બધું આપી દીધું હવે મારી પાસે કશું વધ્યું નથી. શીતલતેની મિત્ર પ્રણાલીટીનારુચિતમોહસિન ઉર્ફે ટાઇગરરિચાનિરવઆયાનકંચનહીનાદેવલ અને યુવી આ બધા મારા મોતનાં જવાબદાર છે.

સમગ્ર ઘટનાની જાણ થતાં ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં જયદીપે આરોપ લગાવ્યા છે તે તમામની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી પોલીસે શીતલ રાઠવા અને તેના પ્રેમી મોહસિન ઉર્ફે ટાઇગરને ઝડપી લઈ આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories