Connect Gujarat
સુરત 

સુરત : વેસુના કોફી શોપમાંથી યુવક -યુવતી બે કલાક સુધી બેસી રહયાં, જુઓ પછી શું થયું

સુરતના વેસુ વિસ્તારમાં આવેલાં કોફી શોપમાંથી યુવક અને યુવતી બેભાન હાલતમાં મળ્યાં બાદ યુવતીનું મોત થયું હતું.

X

સુરતના વેસુ વિસ્તારમાં આવેલાં કોફી શોપમાંથી યુવક અને યુવતી બેભાન હાલતમાં મળ્યાં બાદ યુવતીનું મોત થયું હતું. યુવતી સાથે રહેલો યુવાન હોસ્પિટલમાંથી ચાલુ સારવારે ફરાર થઇ જતાં મોતનું રહસ્ય ઘેરું બન્યું છે.

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી મધુસ્મિતા શાહુ તેના પરિવારની એકની એક દીકરી હતી. તેની માતા શિક્ષિકા છે જયારે પિતા નિવૃત જીવન ગુજારે છે. મધુસ્મિતાને પણ શિક્ષિકા બનવાની તમન્ના હોવાથી તેણે કામરેજની કોલેજમાં બીએડનો અભ્યાસ શરૂ કર્યો હતો. બે દિવસ પહેલાં મધુસ્મિતા તેનું મોપેડ લઇને કોલેજ જવા માટે નીકળી હતી. સાંજે 6 વાગી ગયા હોવા છતાં મધુસ્મિતા ઘરે પરત નહિ આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તેનો ફોન પણ સ્વીચઓફ હતો પણ આખરે એક પોલીસ કર્મીએ ફોન રીસીવ કર્યો અને મધુસ્મિતાના મોતની પરિવારને જાણ થઇ.

હવે જોઇશું મધુસ્મિતાનું મોત કેવી રીતે થયું અને તેનું મોત રહસ્યમય કેમ બન્યું છે. મધુસ્મિતા અને એક યુવાન વેસુમાં મહાવીર કોલેજની પાછળના ભાગે આવેલાં કોફી કેસ્ટલ નામના કોફી શોપમાં ગયા હતાં. બે કલાક બાદ પણ તેમની કોઇ હરકત નહિ જણાતાં દુકાનના સંચાલકે કેબીનમાં તપાસ કરતાં બંને ઢળી પડયાં હતાં. બંનને 108માં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જયાં મધુસ્મિતાનું મોત થઇ ગયું હતું. આ વાત સાંભળી તેની સાથે આવેલો યુવાન ચાલુ સારવારે ફરાર થઇ ગયો હતો. યુવાન ફરાર થઇ ગયો હોવાથી તે શંકાના દાયરામાં આવી ગયો છે.

ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી છોકરાની ધરપકડ ન થાય ત્યાં સુધી દીકરીની અંતિમ વિધિ કરીશું નહિે. મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે, મદની નામનો વિધર્મી યુવાન મધુસ્મિતાને ઘણા સમયથી હેરાન કરતો હતો અને આ બાબતે તેણે ઘરમાં પણ જાણ કરી હતી. મદનીએ ઝેર આપી મધુસ્મિતાની હત્યા કરી નાંખી હોવાનો ગંભીર આક્ષેપ પરિવારે કર્યો છે. બીજી તરફ ઘટના બાદ કોફી શોપમાં બનાવેલા કેબીનો સામે પણ સવાલો ઉભા થયાં છે. શંકાના દાયરામાં આવેલાં મદનીની જનતા માર્કેટમાં મોબાઇલ શોપ હોવાનું બહાર આવ્યું છે. હાલ તો પરિવારે કોફી શોપના સીસીટીવી ફુટેજ મેળવી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

Next Story