Connect Gujarat
સુરત 

સુરત : હિમાચલ પ્રદેશથી ટ્રેન મારફતે ચરસનો જથ્થો લાવતા યુવકની ધરપકડ, રૂ. 4.98 લાખનો મુદ્દામાલ જપ્ત

હિમાચલ પ્રદેશથી ટ્રેન મારફતે સુરતમાં ઘુસાડવામાં આવતા ચરસના જથ્થા સાથે પોલીસે એક યુવકની ધરપકડ કરી છે.

X

હિમાચલ પ્રદેશથી ટ્રેન મારફતે સુરતમાં ઘુસાડવામાં આવતા ચરસના જથ્થા સાથે પોલીસે એક યુવકની ધરપકડ કરી છે.

સુરત શહેરમાં હિમાચલ પ્રદેશથી ટ્રેન મારફતે મોટાપાયે ચરસનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરાતો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરતા ટ્રાવેલિંગ બેગની આડમાં સંતાડીને રાખવામાં આવેલ ચરસ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 4.98 લાખના 997 ગ્રામ ચરસના જથ્થા સાથે 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. વધુમાં આ યુવક પાસેથી 7 લાઇટર, 3 ચરસ પીવાની ભૂંગળી અને એક બેગ પણ જપ્ત કરવામાં આવ્યું છે.

પોલીસે યુવકની પૂછપરછ કરતાં તે હિમાચલ પ્રદેશ ફરવા ગયો હતો, અને ત્યાંથી પોતાના માટે ચરસ લાવ્યો હોવાની હકીકત જણાવી હતી. જોકે, સુરતમાં કોઇ ગ્રાહક મળી જાય તો તેને પણ આ ચરસ વેચાવનો હતો. હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો આપનારા ઈસમને વોન્ટેડ જાહેર કરાયો છે, ત્યારે હાલ તો મહિધરપુરા પોલીસે ધરપકડ કરાયેલા યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story