સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ઝાડા-ઉલટીના કારણે યુવકનું મોત નિપજતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામનગરમાં રહેતા અને મૂળ ઓડિશાના વતની અંતરયામી ડાકુઆ લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે, તેઓની અચાનક તબિયત લથડતા ઝાડા-ઉલટી થવા લાગી હતી, ત્યારે તેઓએ નજીકની હોસ્પિટલમાં જઈ સારવાર મેળવી હતી. પરંતુ તબિયત વધુ ગંભીર થતા તેમના પરિવારજનો તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબોએ અંતરયામી ડાકુઆને મૃત ઘોષિત કર્યો હતો. સમગ્ર મામલે મનપાના આરોગ્ય વિભાગે પણ તાત્કાલિક ઘટનાની સ્થળે આવી ઝાડા-ઊલટીના વાવરને નિવારવા માટે કામગીરી હાથ ધરી હતી.
સુરત : ઝાડા-ઉલટીના કારણે પાંડેસરામાં યુવકનું મોત, મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું...
ઝાડા-ઉલટીના કારણે યુવકનું મોત નિપજતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે
New Update
Latest Stories