Connect Gujarat
સુરત 

સુરત : ધંધામાં ખોટ જતાં યુવાને બદલી નાખ્યું "મટીરીયલ", ડ્રેસના બદલે વેચવા લાગ્યો "ડ્રગ્સ"

લોકડાઉનના સમયે ધંધામાં આર્થિક મંદી અને ઉપરથી એમડી ડ્રગ્સની લત લાગી જતા જૈમીન સવાણીએ એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કરી દીધો

X

સુરત SOG પોલીસે 2 દિવસ અગાઉ રૂપિયા 5.85 લાખના જપ્ત કરેલા એમડી ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીને ઝડપી લેતા મોટી સફળતા મળી છે. રાજસ્થાની પેડલર ઝડપાયા બાદ તે જેને ડ્રગ્સ આપવા આવ્યો હતો તે જૈમીન સવાણી નામનો ઈસમ પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે જૈમીન સવાણીએ શરૂ કરેલી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી અને તેના સેટ અપ સહિતનો સામાન પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

લોકડાઉનના સમયે ધંધામાં આર્થિક મંદી અને ઉપરથી એમડી ડ્રગ્સની લત લાગી જતા જૈમીન સવાણીએ એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કરી દીધો હતો. રાજસ્થાનમાં જૈમીનના ચરસી મિત્રોએ આશુરામ સાથે તેની ઓળખાણ કરાવી હતી. જૈમીન ઓનલાઇન ડ્રેસ મટીરીયલ્સનો ધંધો કરતો હતો. જોકે, લોકડાઉનમાં મંદીના માહોલ વચ્ચે ધંધામાં નુકશાન થતાં તે ડ્રગ્સ મટીરીયલ્સ તરફ વળ્યો હતો. જૈમીન સવાણી રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવી નશાની સાથે જ વેચાણ પણ કરતો હતો, ત્યારે જૈમીન સવાણીએ વધુ નફો મેળવવાની લાલચમાં પોતાની જ લેબોરેટરી ઉભી કરી દીધી હતી. જેમાં ડ્રગ્સ બનાવવા માટેની પ્રક્રિયા તે સોશિયલ મીડિયાથી શીખતો હતો. સાથે જ ઈન્ડિયા માર્ટમાંથી તે ઓનલાઈન જરૂરી પાવડર મંગાવીને સિન્થેટિક નાર્કોટિક્સ ડ્રગ્સ બનાવવાનો પ્રાયાસ કરતો હતો. જોકે, હવે પોલીસે જૈમીન સવાણીએ શરૂ કરેલી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી અને તેના સેટ અપ સહિતનો સામાન જપ્ત કરી તેના કાયદેસરની કાયવાહી હાથ ધરી છે.

Next Story