સુરત :  પાંડેસરામાં મોડી રાત્રે યુવકની હત્યા,ઘટના પાછળનું રહસ્ય ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની એક ચકચારી ઘટના સામે આવી છે. અવિર્ભાવ સોસાયટી નજીક સુભાષ લાંડગે નામના એક યુવકની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.

New Update
  • પાંડેસરામાં હત્યાની ઘટનાથી ચકચાર

  • મોડી રાતે હત્યાનો બનાવ સામે આવ્યો

  • સુભાષ લાંડગે નામના યુવકની હત્યા

  • પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

  • હત્યા અંગેનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

સુરતના પાંડેસરા વિસ્તારમાં અવિર્ભાવ સોસાયટી નજીક સુભાષ લાંડગે નામના એક યુવકની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની એક ચકચારી ઘટના સામે આવી છે. અવિર્ભાવ સોસાયટી નજીક સુભાષ લાંડગે નામના એક યુવકની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને જરૂરી પંચનામું કર્યું હતું અને મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અને હત્યારા કોણ છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Latest Stories