-
સચિન પાલી ગામમાંથી સામે આવ્યો ચકચારી બનાવ
-
પાલી ગામમાં 3 જેટલી બાળકીના શંકાસ્પદ મોત થયા
-
આઈસક્રીમ ખાધા બાદ ત્રણેયની તબિયત લથડી હતી
-
એક સાથે 3 બાળકીઓના મોતના પગલે ગામમાં શોક
-
પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં આઇસ્કીમ ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં 3 જેટલા બાળકોના શંકાસ્પદ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. મૃતકોમાં તમામ બાળકીઓ હોવાનું બહાર આવ્યું છે. જેમાં 8 વર્ષ અનિતાકુમારી, 12 વર્ષ દુગકુમારી અને 14 વર્ષીય અમૃતાકુમારીનું શંકાસ્પદ મોત થયું છે.
મળતી માહિતી અનુસાર, ગતરોજ આઇસ્કીમ ખાધા બાદ ત્રણેય બાળકીઓની તબિયત લથડી હતી, ત્યારે તબિયત લથડતા ત્રણેય બાળકીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. એક સાથે 3 બાળકીઓના મોતના પગલે પાલી ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.