/connect-gujarat/media/post_banners/f7a0868e381ae83ee3cb20354ffc9e1f0dbf614a4d205ddfea6454408fd81862.webp)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. વિશ્વની કેટલીક ઉદ્યોગ જગતમાં ચર્ચામાં રહેલી ઇમારતો કરતાં પણ ડાયમંડ બુર્સ સૌથી વધુ આકર્ષણ ઊભું કરવામાં સફળ રહી છે. સમગ્ર વિશ્વમાં જે પ્રકારે ડાયમંડ ઉદ્યોગ ફેલાયો છે. તેવી જ રીતે ડાયમંડની પણ ખ્યાતિ ફેલાવવાની શરૂ થઈ ગઈ છે. કોઈપણ ઉદ્યોગ માટે વિશાળકાય ઓફિસ બેડિંગ ખૂબ ઓછું દેશમાં જોવા મળે છે. સુરત અને દેશને ગર્વ થાય એ પ્રકારનો ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યો છે. જેની તારીખ વડાપ્રધાન કાર્યાલયમાંથી 17 અને 24 ડિસેમ્બર બે પૈકી કોઈ એક ફાઇનલ થશે. અડધો કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત વાતચીત થઈ હતી. બુર્સની જે પણ ખાસિયતો છે તેની ઊંડાણપૂર્વકની માહિતી વડાપ્રધાનને આપવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ હવે ડાયમંડ બુર્સ માટે સૌથી મહત્ત્વનું પાસું છે. કનેક્ટિવિટી આ ઉદ્યોગ વિદેશ સાથે સંકળાયેલો હોવાથી સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે સફળ કરવા માટે અને સીધી વિદેશમાં જવા માટેની ફ્લાઈટો શરૂ કરવા માટેનું આયોજન ખૂબ જ જરૂરી છે. એ બાબતે વડાપ્રધાન સમક્ષ ઇન્ટરનેશનલ ફ્લાઇટનો મુદ્દો ખાસ રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધા બાદ અમને તરત જ એવીએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાને મળવા માટે તેમણે કહ્યું હતું. બપોર બાદ અમે સીધા એવીએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાને મળવા પહોંચ્યા હતા અને તેમને ઇન્ટરનેશનલ ફ્લાઇટ અંગે અમારી માંગણીની તેમને રજૂઆત કરી હતી.