Connect Gujarat
સુરત 

બાંગ્લાદેશથી સુરત દેહવ્યાપાર માટે આવેલી મહિલાની પોલીસે કરી ધરપકડ, ભારત-બાંગ્લાદેશના પાસપોર્ટ પણ મળ્યા...

બાંગ્લાદેશી મહિલા પાસે ભારત અને બાંગ્લાદેશના પાસપોર્ટ એમ 2 પાસપોર્ટ મળી આવતા પોલીસે ધરપકડ કરી છે.

X

બાંગ્લાદેશી મહિલા પાસે ભારત અને બાંગ્લાદેશના પાસપોર્ટ એમ 2 પાસપોર્ટ મળી આવતા પોલીસે ધરપકડ કરી છે. આ મહિલાએ બાંગ્લાદેશથી દેહવ્યાપાર કરવા સુરત આવી હોવાની એસઓજી પોલીસને કબૂલાત આપી હતી.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અન્ય દેશોમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં આવી અને વસવાટ કરતા હોય છે એવા લોકોને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ઝુંબેશ શરૂ કરી હતી. તેમજ ભારતની અડીને આવેલા બાંગ્લાદેશથી કેટલીક મહિલાઓ અનૈતિક વેપાર માટે ભારતમાં આવતી હોવાને અવાર નવાર બાતમી મળતી હોય છે. જેના આધારે સુરત શહેરમાં એક બાંગ્લાદેશી એજન્ટ જે કામરેજ ખાતે રહેતા બાબુ નામના વ્યક્તિએ બાંગ્લાદેશથી ચંપા મોહમ્મદ ફોઝલુને સુરત ખાતે અનૈતિક વેપાર માટે બોલાવી હતી. આ બાબતની બાતમી એસઓજી પીઆઈ અશોક ચૌધરીને મળી હતી. જેના આધારે SOGની ટીમે હાવડા અમદાવાદ ટ્રેન તેના નિર્ધારિત સમયથી 3 કલાક મોડી હોવાના લીધે બપોરે 12 વાગ્યે મહિલા ચંપા મોહમ્મદને પોલીસે ઝડપી પાડી હતી. જોકે, તેની તલાસી લેતા તેના પાસેથી બાંગ્લાદેશ અને ભારતના પાસપોર્ટ મળી આવ્યા હતા. જેમાં અગાઉ અમરોલી વિસ્તારમાંથી તેને બોગસ પાનકાર્ડ અને રેશનકાર્ડ આધારકાર્ડની મદદથી ભારતનો પાસપોર્ટ બનાવ્યો હતો. મહિલા વિરુદ્ધ પોલીસે બોગસ ડોક્યુમેન્ટસના આધારે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાનો ગુનો નોંધી વધુ તપાસ મહીધરપુરા પીઆઇ જીતુ ચૌધરી અને પીએસઆઈ મોરિયા તપાસ કરી રહ્યા છે. સુરત શહેરમાં 2 બાંગ્લાદેશી એજન્ટ દ્વારા બાંગ્લાદેશથી મહિલાઓને અનૈતિક વેપારના ધંધામાં બોલાવી રહ્યા હોવાની પણ માહિતી મળી છે.

Next Story