કાપડ નગરી સુરતના રેલવે સ્ટેશનને વર્લ્ડક્લાસ બનાવવાનું કામ શરૂ, જુઓ શું શું હશે વિશેષતા !

કાપડ નગરી કહો કે હીરા નગરી પણ દેશની અર્થવ્યવસ્થા ઉપર મજબૂત પ્રભુત્વ ધરાવતુ મુંબઈ બાદ જો કોઈ શહેર હોય તો તે સુરત છે

New Update
કાપડ નગરી સુરતના રેલવે સ્ટેશનને વર્લ્ડક્લાસ બનાવવાનું કામ શરૂ, જુઓ શું શું હશે વિશેષતા !

કાપડ નગરી કહો કે હીરા નગરી પણ દેશની અર્થવ્યવસ્થા ઉપર મજબૂત પ્રભુત્વ ધરાવતુ મુંબઈ બાદ જો કોઈ શહેર હોય તો તે સુરત છે અને હવે સુરતની સુરત બદલવાની જવાબદારી ઉઠાવી છે મોદી સરકારના બે મજબુત નેતાઓએ...

સુરત શહેરને ફાસ્ટેસ્ટ ગ્રોઈન્ગ સિટીનો એવાર્ડ તો પહેલા જ મળી ચુક્યો છે તો હવે સુરત સિંગાપુર બનવા જઈ રહ્યું છે.સુરત રેલવે સ્ટેશનની શકલ બદલીને હવે તે સિંગાપુર એરપોર્ટ જેવું બનશે અને આ ફક્ત વાર્તા રે વાર્તા નથી પણ આ કામ પૂરજોશમાં ચાલુ થઇ ચૂક્યું છે.આ કામને અંજામ આપવા માટે ખુદ રેલવે મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોશે બીડુ ઝડપ્યુ છે તો સાથે જ સાંસદ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ આ પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. સુરતને સિંગાપુર બનવાનું કાર્ય આજથી જ શરુ થઇ ગયું છે અને આજે રેલવે તંત્ર દ્વારા સિમેન્ટ યાર્ડ ખાલી કરી ત્યાં સ્ટીલ સ્ટોક, કોન્ક્રીટ પ્લાન્ટ,લેબર રહેણાક સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. સુરત રેલવે સ્ટેશનની કામગીરીથી લોકોને હાલાકી ના થાય તે માટે સુરતથી ઉપડતી ટ્રેનોને ઉધનાથી દોડાવવા મંજૂરી રેલવે વિભાગ દ્વારા માંગવામાં આવી છે

સુરત રેલવે સ્ટેશનની શકલ બદલવા અને પ્રજા ઉપયોગી સુવિધાઓ ઉભી કરવા મોદી સરકાર દ્વારા રૂપિયા 877 કરોડ પ્રાથમિક તબક્કામાં મંજુર કરવામાં આવ્યા છે.

સરકારના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને વર્ષ 2016માં મંજુર કરવામાં આવ્યો હતો પરંતુ સતત વિકસતા સુરત માટે જરૂરિયાતો પણ સતત વધતી રહી જેથી જાહેરાત બાદ પ્રોજેક્ટની ડિઝાઇનમાં ફેરફાર કરાયા છે. સમય સાથે પ્રોજેક્ટનો ખર્ચ પણ વધતો ગયોઅને આજે આ પ્રોજેક્ટ રૂપિયા 877 કરોડના ખર્ચે પૂર્ણ થશે.રેલવે મંત્રાલય અનુસાર આ પ્રોજેક્ટ આવનારા 48 મહિનામાં પુરો કરી દેવાનો ટાર્ગેટ રેલવેમંત્રી દર્શના જરદોશે આપ્યો છે.

સુરતની સુરત બદલનાર આ પ્રોજેક્ટમાં રેલ્વે સિવાય અને એજન્સીઓ પણ જોડાય છે અને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ BRTSને પણ રેલવે સ્ટેશન સાથે જોડી દેવામાં આવશે.

સુરતના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાથે રાજ્યની અન્ય કેટલીક એજેન્સીઓ પણ જોડાશે જેમકે RLDA, SITC, SMC અને GSRTC આમ આ પેહલો પ્રોજેક્ટ બનશે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો સુલભ સહકાર જોવા મળશે.આ પ્રોજેક્ટ માટે હાલ સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સ્પોટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

આ પ્રોજેક્ટ બાદ લોકોને સુરત રેલવે સ્ટેશન ખાતે શું નવું મળશે તેના પર એક નજર કરીએ

Read the Next Article

સુરત : આપ અને કોંગ્રેસ MLA દ્વારા DGVCL કચેરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ,રાજકીયક્ષેત્રે બન્યો ચર્ચાનો વિષય

સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

New Update
  • DGVCLની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

  • આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

  • ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે જોડાયા

  • આપ અને કોંગ્રેસMLA એક સાથે રહેતા ચર્ચા

  • DGVCL વિરુદ્ધ ઉગ્ર સૂત્ર ચાર કરી વિરોધ દર્શાવ્યો

સુરતમાંDGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાMLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.જે ઘટના રાજકીય ક્ષેત્રે ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની હતી.

સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના ધારાસભ્યો એક બીજા સાથે મળીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.

5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. આ મુદ્દે આદિવાસી નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલીDGVCLની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના યુવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એક સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત DGVCL ખાતે આપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા એક જૂથ થઈને ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ પ્રદર્શન બાદ વીજ કંપનીના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા,અને ઉમેદવારોને નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.તેમજ 35 ઉમેદવારોને આવતીકાલે નોકરી આપવામાં આવશે અને અન્યને ઓગસ્ટ સુધીમાં તબક્કા વાઈઝ નોકરી મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં મહેકમની જગ્યાઓ જે આઉટસોર્સિંગથી ભરવાની છે,તેમાં પણ આ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.