સુરત :  લેસની દુકાનમાં કામ કરતા કર્મચારીને ચપ્પુની અણીએ લૂંટી લેતા બે લૂંટારુઓ,ધોળે દહાડે બનેલી ઘટનાથી ચકચાર

સુરતના પુના વિસ્તારમાં રૂપિયા રોકડા 3 લાખ 50 હજારની લૂંટ ચલાવીને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા,ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ..

New Update
  • પુણા વિસ્તારમાં બની લૂંટની ઘટના

  • ચપ્પુની અણીએ 3.50 લાખની લૂંટ

  • લેસની દુકાનમાં કામ કરતો કર્મચારી લૂંટાયો

  • બેંકની બહાર રેકી કરીને બે અજાણ્યા શખ્શોએ કર્યો હુમલો

  • પુણા પોલીસે તપાસ શરૂ કરી 

Advertisment

સુરતના પુણા વિસ્તારમાં ધોળે દહાડે લૂંટની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું,લેસની દુકાનમાં કામ કરતા કર્મચારી પર ચપ્પુથી હુમલો કરીને બે લૂંટારૂ રૂપિયા 3 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

સુરતના પુના વિસ્તારમાં આવેલ બેઠેલા બે અજાણ્યા શખ્સોએ તેમના પર અચાનક ચપ્પુ વડે હુમલો કર્યો હતો,અને રૂપિયા રોકડા 3 લાખ 50 હજારની લૂંટ ચલાવીને લૂંટારૂઓ ફરાર થઇલેસની દુકાનમાં કામ કરતા ધ્રુવિન વાસાણી બેંકમાં રોકડા રૂપિયા ઉપાડવા માટે ગયા હતા,અને બેંકમાંથી રૂપિયા 3 લાખ 50 હજાર ઉપાડીને ગોડાઉન જવા માટે નીકળ્યા હતા,જોકે બેંક બહાર રેકી કરીને  ગયા હતા,ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી

અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવીને ઈજાગ્રસ્ત ધ્રુવિનને સારવાર અર્થે  સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો,તેમજ લૂંટારૂઓનું પગેરૂ મેળવવા માટે પોલીસે શહેરના CCTV ફૂટેજ સહિતના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Latest Stories