ગુજરાતમાં જળસંચય જનભાગીદારી અભિયાનની શરૂઆત
અઠવાલાઈન્સના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો કાર્યક્રમ
કર્મભૂમિથી જન્મભૂમિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીની પણ ઉપસ્થિતિ
સુરત શહેરના અઠવાલાઈન્સ વિસ્તારના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કર્મભૂમિથી જન્મભૂમિ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં 'કેચ ધ રેઈન' પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. હવે સમગ્ર દેશમાં આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં જળસંચય અભિયાન આગળ વધારવા માટે જળ સંચય માટે કર્મભૂમિથી જન્મભૂમિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યની ઈન્ડસ્ટ્રીઝો, એનજીઓ., સરકાર સાથે મળીને આગામી સમયમાં 2 લાખથી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના લક્ષ્યાંક સુધી લઈ જવામાં આવશે, ત્યારે સુરત શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કર્મભૂમિથી જન્મભૂમિ જળસંચય, લોક ભાગીદારી અને જન આંદોલન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત તમામ મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ તેમજ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.