New Update
સુરતના સાયણની અંજની ઈન્ડસ્ટ્રિયલમાં કામ શરૂ
6 દિવસથી કામકાજ હતું બંધ
ઉડીયા ભાષામાં પોસ્ટર લાગતા ફેલાયો ભયનો માહોલ
પોલીસે પેટ્રોલિંગ કરી કામકાજ શરૂ કરાવ્યુ
કર્મચારીઓને હાશકારો
સુરતના સાયણ વિસ્તારની અંજની ઈન્ડસ્ટ્રિયલમાં 6 દિવસથી બંધ કામકાજ શરૂ થયું છે જેના કારણે કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો છે
સુરતના સાયણ વિસ્તારની અંજની ઈન્ડસ્ટ્રિયલમાં ભાવવધારાની માંગને લઈ હજીરા રેલવે લાઈનના ફાટક પર ઉડિયા ભાષામાં પોસ્ટર લાગતા ગભરાટનો માહોલ ફેલાયો હતો. જેના કારણે છેલ્લા 6 દિવસથી અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શટડાઉનની સ્થિતિ સર્જાઈ છે. રોજે 30 લાખ મીટર કાપડનો પ્રોડક્શનના 800 પાવર લુમ્સના યુનિટ બંધ થતાં 800 વેપારીઓ અને 50,000 કારીગરો અસરગ્રસ્ત થયા હતા ત્યારે છેલ્લા 6 દિવસથી બંધ અંજની ઇન્ડટ્રીયલમાં કામકાજ થયું છે આ બાબતે અંજની ઈન્ડસ્ટ્રીયલના વેપારીઓ દ્વારા પોલીસની મદદ માગવામાં આવી હતી
પોલીસ દ્વારા પણ રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું અને અંતે ઇન્ડસ્ટ્રીયલના માસ્ટરો સાથે હોદ્દેદારોએ બેઠક કરીને કામકાજ શરૂ કરાવ્યું હતું.ઇન્ડસ્ટ્રીયલમાં 800 યુનિટ આવેલા છે અને 50,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.છેલ્લા 6 દિવસથી કામકાજ બંધ રહેતા અંજની ઈન્ડસ્ટ્રીયલના કર્મચારીઓને 3.5 કરોડથી વધુના પગારનું નુકશાન થયું હતું.અત્રે ઉલ્લેખનિય છે કે ઉડિયા ભાષામાં ધમકી ભરેલા પોસ્ટર લાગતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના વેપારી અને કારીગરોમાં ભયનો માહોલ છે. આ પોસ્ટરમાં ઓરિસ્સા ભાષામાં લખવામાં આવ્યું છે કે, ''સમસ્ત ઓડીસાવાસી ભાઈઓને સૂચના આપીએ છીએ કે, ગણપતિ પૂજા પછી બધી ફેક્ટરીમાં 20 પૈસા વધવા જોઈએ. નહીંતર લુમ્સ ચાલુ નહીં કરવાના. જો કોઈ ભાવ વધાર્યા વગર ચાલુ કરશે તો સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે જેના કારણે ભયનો માહોલ ફેલાયો હતો
Latest Stories