સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કંટ્રોલરૂમની મુલાકાત લીધી, વડોદરા ગેંગરેપ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ...

સુરત શહેરમાં રમાતા ગરબાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગત મોડી રાત્રે સુરત પોલીસ કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી.

New Update

શહેરમાં રમાતા ગરબાઓ પર પોલીસની સતત બાજ નજર

ગૃહ રાજ્યમંત્રીએ સુરત પોલીસ કંટ્રોલરૂમની મુલાકાત લીધી

પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ

વડોદરા ગેંગરેપ ઘટના અંગે હર્ષ સંઘવીએ દુઃખ વ્યક્ત કર્યુ

નરાધમોને વહેલી તકે ઝડપી લેવામાં આવશે : હર્ષ સંઘવી

સુરત શહેરમાં રમાતા ગરબાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છેત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગત મોડી રાત્રે સુરત પોલીસ કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી.

ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને હંમેશા ખૂબ પ્રશંસા થતી હોય છે. મોડી રાત સુધી પણ દીકરીઓ ઘરની બહાર એકલી ગરબા રમીને ફરી શકે તે પ્રકારનું વાતાવરણ હોય છેપરંતુ વડોદરાના ભાયલી રોડ પર ગેંગરેપની ઘટનાને લઈને રાજ્યભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. નવરાત્રિ દરમિયાન બનેલી ઘટનાના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છેઅને કાયદા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગત મોડી રાત્રે સુરત પોલીસ કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. સુરત શહેરમાં રમાતા ગરબાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છેત્યારે સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. મંચ પરથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેમાઁ અંબેના ચરણોમાં એક જ પ્રાર્થના કરી છે કેજે પણ નરાધમોએ આ ઘટનાને અંજામ આપ્યો છેતેમને ઝડપથી પકડવા માઁ અંબા પોલીસને શક્તિ આપે. સમગ્ર ગુજરાતના પોલીસ જવાનોનું લોહી ઉકળી ઉઠ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું. વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કેકેટલાક લોકો ગરબા મોડે સુધી રમવા બાબતે રાજનીતિ કરી રહ્યા છેહું એમને કહેવા માગું છું કે રાજનીતિ કરવા માટે અનેક મુદ્દાઓ મળી જશેપરંતુ નવરાત્રિ અને ગરબા ઉપર રાજનીતિ કરવી જોઈએ નહીં.

#Surat #Navratri #Harsh Sanghvi #Visit #police control room
Here are a few more articles:
Read the Next Article