Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી
X

રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી..



રાજયમાં કોરોનાની ઘાતક લહેર ચાલી રહી છે. કોરોનાનો નવો સ્ટ્રેઇન સીધો ફેફસા પર અસર કરી રહયો હોવાથી રેમડેસિવિર ઇન્જેકશનની માંગમાં ઉછાળો આવ્યો છે. રેમડેસિવિર ઇન્જેકશનની માંગ વધવાના કારણે તેના કાળા બજાર પણ શરૂ થઇ ગયાં છે. રેમડેસિવિર ઇન્જેકશનના મુ્દે ગુજરાત હાઇકોર્ટે પણ સરકાર પર ગાજ વરસાવતાં ઇન્જેકશન માટે નવી વિતરણ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ સહીઓથી ભલામણ ચિઠ્ઠીઓથી ઇન્જેકશનો મેળવી લેવાતાં હોવાની ફરિયાદ બાદ કલેકટર કે.રાજેશે સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડોક્ટરની ભલામણ ચિઠ્ઠીઓમાં સહી અલગ અલગ જોવાં મળી છે. જિલ્લાના તમામ 10 તાલુકાની હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલાં દર્દીઓને જ રેમડેસિવિરના ઇન્જેકશન આપવામાં આવશે. હોમ કવોરન્ટાઇન થયેલા દર્દીઓને પણ ઇન્જેકશન આપવામાં આવશે નહિ.અમુક દર્દીની ઉંમર માત્ર 23 વર્ષ અને રીપોર્ટમાં સીટી વેલ્યુ પણ ઓછી એવા દર્દી પાસે રેમડેસિવિર ઇન્જેકશન મંગાવાયા હોવાનું ધ્યાને આવ્યું છે. હવેથી તબીબોએ દર્દીની સારવારની હીસ્ટ્રી સહિતની વિગતો લખવી પડશે. વધુમાં ઇન્જેકશન લેવા આવતાં હોસ્પિટલના પ્રતિનિધિઓ પાસથી તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ ઇન્જેકશન આપવા માટે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને કલેકટરે આદેશ કર્યા છે.

Next Story