અમરેલી : સિવિલ કેમ્પસમાં ત્રણ યુવકો પર કાર ચડાવનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

અમરેલીમાં સિવિલ હોસ્પિટલમાં 3 લોકો કેન્ટીન તરફ જતા હતા. આ સમય દરમિયાન કાર ચાલકે પુરઝડપે કાર હંકારીને ત્રણ યુવકો લોકો ઉપર કાર ચડાવી ઈજાઓ પહોંચાડી હતી.અને બાદમાં તે ફરાર થઇ ગયો હતો.

New Update
  • સિવિલમાં ત્રણ યુવકો પર કાર ચડાવવાનો મામલો 

  • કાર ચાલકે ત્રણ યુવકો પર કાર ચડાવી દીધી હતી 

  • ત્રણ યુવકોને કારણ અડફેટે મારવાનો કર્યો પ્રયાસ 

  • જુના ઝઘડાની રીસ રાખીને કાર ચાલકે કર્યો હુમલો 

  • પોલીસે ફરાર કાર ચાલકની કરી ધરપકડ 

અમરેલી સિવિલ હોસ્પિટલમાં 30 જૂનની મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સાવરકુંડલામાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને જયસુખ કેતરીયાએ હોસ્પિટલ કેમ્પસમાં ત્રણ યુવકો પર કાર ચડાવી દીધી હતી. જે મામલે પોલીસે આરોપી કાર ચાલકને દબોચી લીધો હતો.

અમરેલીમાં સિવિલ હોસ્પિટલમાં 3 લોકો કેન્ટીન તરફ જતા હતા. આ સમય દરમિયાન કાર ચાલકે પુરઝડપે કાર હંકારીને ત્રણ યુવકો લોકો ઉપર કાર ચડાવી ઈજાઓ પહોંચાડી હતી.અને બાદમાં તે ફરાર થઇ ગયો હતો.

ગત 29 જૂનના રોજ સાવરકુંડલામાં રવિ વેગડા અને ભરત કેતરિયાને માથાકૂટ થઇ હતી, જે અંગે સાવરકુંડલામાં ગુનો દાખલ થયો હતો.એ બનાવમાં ઇજાગ્રસ્ત રવિ વેગડા અને હિતેશ કેતરિયા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન ગત 30 જૂનની રાત્રે રવિ વેગડા, અજય ચૌહાણ અને હિતેશ ગેલોતર અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી પસાર થઇને કેન્ટીન તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન ભરત કેતરિયાનો ભાઈ જયસુખ કેરતરિયા પોતાની આઇ-20 કાર લઇને આવ્યો હતો અને રવિ વેગડાને મારી નાખવાના ઇરાદે ત્રણેય પર કાર ચડાવી દીધી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય મિત્રો ફંગોળાઈને દૂર ફેંકાયા હતા. કારચાલક જયસુખ કેતરિયાએ આટલેથી ન અટકી નીચે પટકાયેલા યુવક પર કાર રિવર્સ લઈને ફરીથી ચડાવી દીધી હતી અને બાદમાં ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.ત્રણ ઇજાગ્રસ્ત યુવકો પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 

આ ઘટનામાં ઘટનામાં પોલીસે  જયસુખ કેતરિયાની ધરપકડ કરી છે,અને વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories